________________
ધર્માધ્યક્ષ
કસીમમાંદો ચૂપ જ રહ્યો. પરંતુ હવે પાસે ઊભેલા પ્રેક્ષકોમાં ગુસ ખુસ થવા લાગી તથા એકબીજા સામે આંખા મિચકારાવા લાગી.
૦
બસ! એ બધી માહિતી પૂરી થઈ. તારી સામે રાતને વખતે ધાંધળ મચાવવાનો આરોપ છે; શંકાશીલ બાઈના શરીર ઉપર બદદાનતથી હુમલા કરવાનો આરોપ છે; તથા એ બધાની ઉપરવટ આપણા નામદાર લૉર્ડ રાજાજીના બાણાવળી ચેાકિયાતા સામે બંડખારી અને ગેરવફાદારી તે દાખવી છે.
'
<<
આ બધા મુદ્દાઓ બાબત તારે જે કંઈ કહેવું હોય તે કહેવા માંડ. અને કારકુન! અત્યાર સુધી કેદીએ જે કહ્યું, તે બધું તમે બરાબર નોંધી લીધું છે ને?”
આ કમનસીબ પ્રશ્ને કારકુન તેમ જ પ્રેક્ષકોમાં ખડખડાટ હાસ્યનું મોજું ફેલાવી મૂકયું. એ મોજું એટલું ભારે, એટલું અદમ્ય, એટલું ચેપી તથા એટલું વ્યાપક હતું કે, બંને બહેરાના લક્ષ ઉપર ન આવે એ અશકય હતું. કીમૉદોએ ખભેા અને ખૂંધ ઉછાળી તે તરફથી મેાં ફેરવી લીધું; પણ લૉરિયને એમ માની લીધું કે, પેલા ખૂંધાએ કશે! ગેરવાજબી જવાબ આપ્યા છે, એ કારણે જ લોકો હસી પડયા છે. અને ઉપરથી પાછે તે ખૂંધિયા પોતાની ખૂંધ મરડે છે!એટલે તેમણે ગુસ્સામાં આવી જઈ, કસીમૉદોને ધમકાવતાં કહ્યું —
“તેં આપેલા એ જવાબને કારણે તને ફાંસીએ જ ચડાવવા જોઈએ. તું કોની સાથે બેાલી રહ્યો છે, એ જાણે છે?”
-
અને ફ્લૉરિયનને આ નવો ધડાકો વળી વધુ હાસ્ય પ્રેરનાર જ બન્યો. આ વખતનું હાસ્ય તે। ચાકિયાટ સૈનિકો સુધી ફેલાયું. માત્ર કસીમૉદા જ ગંભીરતા જાળવી રહ્યો; કારણકે, તે બિચારાને પેાતાની આસપાસ શું બની રહ્યું છે, તેની કશી સમજ જ પડી ન હતી. લૉરિયને આ વધુ હાસ્યથી વિશેષ ચિડાઈને, એ ગુનેગાર ડરી જાય ત્રાસી જાય – એવું કંઈક કરવાના વિચાર કર્યો, જેની અસર સૌ પ્રેક્ષકો ઉપર પણ એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org