________________
સજા
૧૨૩૪
કોટવાળ સાહેબને કાને શરૂઆતના શબ્દો પહોંચ્યા. તેમણે કસીમૉદ તરફ આગ ઠાલવતી નજર ઠેકવીને કહ્યું, “હે? નું “સ ઉપર ચડાવે એને!' એવા અપશબ્દ બોલ્યો કેમ? બાર દેનિયરનો દંડ એની. સજામાં ઉમેરી લો !”
રજિસ્ટ્રારે સજાની નેધનાં કાગળિયાં વિધિસર કોટવાળ-સાહેબ, સમક્ષ રજૂ કર્યો, તેના ઉપર પોતાનું સીલ લગાવી તેઓશ્રી વિદાય થયા.
પછી જ્યારે શ્રીમાન ફલોરિયન સહી કરતા અગાઉ એ કાગળ ધ્યાનપૂર્વક વાંચી જોતા હતા, તે વખતે રજિસ્ટ્રારે બિચારા કસીમોદીની. બાબતમાં બધું આંધળે બહેરું કૂટાયા જેવું થયું ગણી, સજા કંઈક હળવી કરાય તે સારું એવી આશાથી, તેમના કાનમાં માં લઈ જઈને કહ્યું, “આ બિચારો છેક જ બહેરે છે.” " હવે શ્રીમાન ફલૉરિયન પોતે બહેરા છે, એવો દેખાવ થાય તે રીતે પોતાને કાન પાસે માં લાવીને કોઈ બોલે, તે સખ્ત નાપસંદ કરતા. એટલે તેમણે રજિસ્ટ્રારે કહેલો એક શબ્દ સાંભળ્યો ન હોવા છતાં, ચિડાઈને ફરમાવ્યું – “એમ? એમ? તો તો વાત જુદી છે. એમ કહેવું પડે––મને એ વાતની ખબર નહોતી. સજામાં અવશ્ય વધારો કરવો જોઈએ. એ ગુનેગારને ફટકા માર્યા બાદ પિલરી ઉપર એક કલાક વધુ રાખવાનું ફરમાવવામાં આવે છે.”
અને એમણે એ પ્રમાણે સજામાં ફેરફાર કરીને સહી કરી.
“ઠીક થયું !” રૉબિન પુસેંપ બોલ્યો; “હવે એ બદમાશને બીજા સજજનો સાથે કેમ વર્તવું એને પાઠ શીખવા મળશે.” કસીમોએ નાટ્યસમારંભ વખતે પોતાના માં સામે હસવા બદલ ચિડાઈને પુસેને ઊંચકીને ફગાવી દીધું હતું, એ દાઝ તે ભૂલ્યો નહોતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org