________________
સજા
૧૨૧ કરમી થાય, કે જેથી તેઓ પણ અદાલતમાં ન હસવા જેટલી અક્કલહોશિયારી દાખવે. તેમણે તરત જ કસીમૉદોને સંબોધીને કહ્યું –
તો, તું આવો ચોર, બદમાશ હોવા છતાં અદાલત તરફ પણ પૂરતો આદરભાવ દાખવતો નથી, કેમ? તું જાણે છે કે, પૅરીસની વડી પોલીસ-અદાલતના મેજિસ્ટ્રેટ સમક્ષ નું ઊભો છે, જેને બધા ગુના અપરાધ, અને દુર્વર્તનની તપાસ કરવાનો અધિકાર છે, ઉપરાંત બધા ધંધાપારો નિયંત્રણમાં રાખી ઇજારાશાહી રોકવાની સત્તા છે; જેને રસ્તાની પગથીના સમારકામની દેખરેખ રાખવાનો અધિકાર છે, જેને મરઘાંબતકાં તથા જંગલના શિકારની ફેરી અટકાવવાની સત્તા છે; તથા જેને જલાઉ લાકડાના માપની દેખરેખ રાખવાની, અને શહેરમાંથી કાદવ તથા ચેપી દુર્ગધવાળી હવા દૂર કરવાની મહત્ સેવા બજાવવાની સત્તા છે, અને તે બધું પણ પગાર કે મહેનતાણાની કશી આશા રાખ્યા વિના ?”
અને બહેરો માણસ બીજા બહેરા માણસ સાથે વાત કરતો હોય તે અટકે શું કામ? એટલે ફલૉરિયનનો ભાષણનો આ જુસ્સો કયારે પૂરો થયો હોત કે શાંત પડયો હોત, એ કહી ન શકાય, પરંતુ અચાનક તેમની પાછળનું બારણું ઊઘડ્યું અને રાજમાન કોટવાળ સાહેબ રૉબર્ટ સ્તવિલ જ જાતે અદાલત-ખંડમાં તશરીફ લાવ્યા.
ફલૉરિયને પોતાનું ભાષણ રોકયા વિના, કસીમૉદોને સંબોધવાને બદલે બાજુએ ફરી, કોટવાળ સાહેબને જ સંબોધવા માંડયું–
મોં સિન્યોર, અદાલતનો તિરસ્કાર કરવા બદલ આ ગુનેગારને રોગ્ય માનો એવી સખ્ત સજા ફરમાવવા આપને વિનંતી કરું છું.”
કોટવાળ સાહેબે ગુસ્સે થઈ, નસ્કોરાં ફુલાવી કસીમોદીને પૂછયું, અલ્યા અહીં તને શા માટે પકડી આપ્યો છે, જાનવર?”
હવે બહેરા કસીમૉદનો અનુમાનથી પ્રશ્નો કલપી જવાબ આપવાનો વારો આવ્યો ! તેણે પોતાનું નામ પૂછવામાં આવ્યું છે, એમ માની પાબ આપ્યો –
મારું નામ કસીમૉદો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org