________________
ધર્માધ્યક્ષ
મૃત્યુ સમયે, અર્થાત એક કબરમાંથી બીજી કબરમાં પેસતી -વખતે, મૅડમ રોલાંએ આ કોટડી પણ દુ:ખી માતા, વિધવાએ કે કુંવારિકાઓને અર્પણ કરી દીધી. અર્થાત્ જે સ્ત્રીઓને બીજાંઓ માટે કે પોતાને માટે પ્રાર્થના કરવાની કે પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર હોય, તેઓ આ કોટડીમાં જીવતાં દટાઈ શકે.
શહેરનાં ગરીબ-ગુરબાંઓએ એ બાઈને મૃત્યુ પછી સંત તરીકે સ્વીકારવા વિનંતી કરી. પણ પૂરતી રાજય-ભલામણના અભાવે પોપ તરફથી -તેને એ પદવી મળી નહિ. પરિણામે લોકોએ તેની કંથા-ગોદડીનાં ચીંથરાને
જ સ્મારક અવશેષ તરીકે સંઘરી લીધાં. શહેરે તે કોટડીની બાજુમાં જાહેર પાઠ ઘર બંધાવ્યું, જેથી ત્યાં પ્રાર્થના કરવા માટે પણ લોકો જરા થોભે, અને તે વખતે એ કોટડીમાં કોઈ રહેતું હોય, તો તેને ખાન-પાન મળતું રહે
અને આ કોટડી મૅડમ રોલાંની પેઠે જીવતાં દટાવા ઇચ્છતી સ્ત્રીએ વિનાની કદી ખાલી રહી ન હતી!
એ કોટડીની બારી ઉપર તુ, ઓ 1 (“તું પ્રાર્થના કર”) એવા શબ્દો લખેલા હતા. લોકોએ તે શબ્દોને અપભ્રંશ “ મો રા (“ઉંદર ખાનું) કરી દીધો હતો.
આપણી વાતને સમયે તુર રોલાંવાળી એ અંધાર-કોટડી ખાલી ન હતી. તેમાં કોણ રહેતું હતું તે જાણવા માટે, વાચકને અમે તે તરવું જતી ત્રણ બાનુઓની વાતચીત સાંભળવાનું જ સૂચવીએ છીએ.'
તે ત્રણમાંની બે તો પહેરવેશ તેમ જ લટકે મટકે શુદ્ધ રીસની મધ્યવર્ગીય તવંગર વેપારી કુટુંબની સ્ત્રીઓ હોય એવું દેખાઈ આવતું. હતું, અર્થાત્ દરબારી હજૂરિયાએ “બૈરી ” કે “લેડી” એવા જે બે વિભાગો પાડે, તેમાં વચલા વાંધાની! ત્રીજી જેણે પોતાની આંગળીએ એક હૃષ્ટપુષ્ટ છોકરો વળગાડેલો હતો, તે ગ્રામપ્રદેશની લાગતી હતી અલબત્ત, પોશાક તો તેણે પેલી જેવો જ પહેરવા પ્રયત્ન કર્યો હતો એ છોકરાના હાથમાં એક ચપટી મોટી કેક હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org