________________
ધર્માધ્યક્ષ
અને તેઓશ્રીની અદાલત કયારની શરૂ થઈ ચૂકી હતી. સુનાવણી અધિકારી અથવા કોટવાળના ડેપ્યુટી શ્રીમાન ફલૉરિયન બાબું દિર્યોએ અદાલતનું કામકાજ શરૂ કરી દીધું હતું.
હવે વાત એમ હતી કે શ્રીમાન સુનાવણી-અધિકારી પોતે બહેરા હતા. એ ખેડ એવા અધિકારી માટે ખાસ વાંધાભરી ન જ કહેવાય છે કારણ કે, શ્રીમાન ફલૉરિયન અપીલ ન થઈ શકે તેવા ચુકાદા કુશળતાપૂર્વક આપી દેતા. ન્યાયાધીશ બધી દલીલો અને રજૂઆતો સાંભળે છે એવું દેખાવું જોઈએ, એટલું જ બસ છે; અને એ કામ શ્રીમાન ફલૉરિયન સવિશેષ ઉત્તમ રીતે પાર પાડતા; કારણ કે બીજા કોઈ અવાજથી તેમનું લક્ષ બીજે ખેંચાય તેમ હતું જ નહિ.
જોકે, આજે એમની કામગીરી અને ચેટાનો એક ભારે ટીખળી ટીકાખોર અદાલતમાં હાજર હતો: આપણે મિત્ર જોન ફૉલ – આર્ચ-ડીકનને ભાઈ. એ વ્યક્તિને આખા પૅરીસની નમૂનેદાર “ભટકેલ” વ્યક્તિ કહી શકાય; કારણ કે, એ માત્ર પોતાના પ્રોફેસરની ખુરશી સમક્ષ હાજર રહેવા સિવાય, પૅરીસમાં બીજે બધે જ ઠેકાણે હાજર રહેતો.
તેણે પોતાના સાથી રૉબિન પુસેપને કાનમાં કહ્યું, “જોને દોસ્તી સાળાને કાન નથી પણ આંખોય નથી કે શું? પેલી બિચારીને બે માળા પહેરવા બદલ પંદર સૂ દંડ ઠોકી દીધો! અને ઓહો, આ બે તો સગૃહસ્થો છે ને! શું – પાસા રમવા બદલ ! તો આપણા રેકટરને કયારે અહીં પકડી લાવીને સે લિગ્ર દંડ ઠોકશે? અલ્યા, પણ આટલી બધી છોકરીઓ આજે શાની પકડી આણી છે? – એમાંની ઘણીખરીને હું ઓળખું છું! અહા, સોનેરી પટા કેડે પહેરવા બદલ દશ સૉલ દંડ? – બાપરે, આ બહેરિયો તો ખરા પૈસા ઝુડવા બેઠો છે ! થોડા જ વખતમાં કેટલે ઢગલો વાળી દીધો! અહા, પેલી અપ્સરા-થિબૉદ લી થિબૉદને કેમ પકડી છે ? રૂ લૅટિનીની બહાર જવા માટે? અને આ ભાઈ-સાહેબને? ભગવાનના નામ ઉપર લ્યાનત વરસાવવા માટે? વાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org