________________
૧૪૮૨માં પૅરીસની કોટવાળી*ના વડા રૉબર્ટ દેસ્તોવિલ હતા.
ખાનદાન ઉમરાવ કુટુંબના હતા, નાઈટ હતા, બૅરન હતા, તથ રાજાના કાઉ સેલર અને ચૅમ્બરલેન હતા. ૧૪૬૫ના નવેમ્બરની ૭મ તારીખે તે આખા પૅરીસ નગરના કોટવાળ નિમાયા તે વાતને સત્ત વર્ષ થવા આવ્યાં હતાં. આ હોદ્દો નાકરી કરતાં પ્રતિષ્ઠાને જ વધુ ગણાય કારણ કે, રાજદરબારમાં તેથી મેાટી અસર અને લાગવગ પ્રાપ્ત થાય તથા કેટલાય હક-અધિકાર પણ.
રાજા લૂઈ - ૧૧ આમ તે શંકાશીલ પ્રકૃતિના હતા; એટલે મુખ મુખ્ય અમલદારો વગેરેની વારંવાર બદલી કરીને, પદભ્રષ્ટ કરીને, નવી નિમણૂકો કરીને પોતાની સત્તાને સ્થિતિસ્થાપક રાખતા. પર રૉબર્ટ દેસ્તાવિલ પેાતાની બાહેાશીથી પેાતાના પદે જ કાયમ રહ્યા હતા રાજમાન રૉબર્ટનું જીવન બહુ સુખી હતું: પ્રથમ તા તેમના પગા ખાસા મોટા હતા; ઉપરાંત દ્રાક્ષની લૂમા પેઠે દીવાની અને ફોજદારી રજિસ્ટ્રીની બીજી કેટલીય આવક પણ તેમના હાથમાં લચ્યા કરતી. વળ નીચલી દીવાની અને ફોજદારી કોર્ટોની આવક પણ તેમને મળતી; અમુ સ્થળેાના નાકાવેરો ઉઘરાવવાના પણ તેમને અધિકાર હતા; પૅરીસમ લવાતાં ડુંગળી-લસણ ઉપર તે જકાત ઉઘરાવી શકતા; તથા કઠિયારાએ અને મીઠું વેચનારાઓ પાસેથી પણ તેમને આવક થતી.
* ‘પ્રેાવાસ્ક્રી’ અર્ધ લશ્કરી હેદ્દો-ફ્રાંસમાં, દારાગા –કાટવાળ- મૅજિ સ્ટ્રેટ- મધુ ભેગુ.
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org