________________
કૂતરે અને તેને માલિક
હ૫ કુતરો! જ્યારે કસીમૉદો બહેરો થઈ ગયો, ત્યારે કલૉદ ફોલો અને તેની વચ્ચે નિશાનીઓની અને સંજ્ઞાની એક એવી સંકેત-ભાષા ઊભી થઈ, કે જે તે બે જણ જ સમજી શકે. આમ આખી દુનિયામાં ધર્મામક્ષ આર્ચ-ડીકન જ એવા માણસ રહ્યા, જેમની સાથે એક માનવ તરીકે કિસીમોને કંઈકેય વિચારોની લેવડ-દેવડનો સંબંધ રહ્યો હોય.
ટૂંકમાં, જગતમાં તેને બે વસ્તુઓ સાથે જીવન-સંપર્ક હતો: નેત્રદામ અને કલાઁદ ફ્રૉલો.
ધર્માધ્યક્ષનો આ દાંટા-ગર ઉપર જેવો અસીમ પ્રભાવ હતો, તેવી જ આ દાંટા-ગરની તેમના પ્રત્યેની ભક્તિ પણ અસીમ હતી. એમ ખાતરીથી કહી શકાય કે, ધર્માધ્યક્ષ એક જ નિશાની કરે, તેની સાથે અસીમૉદો તેને ખુશ કરવા નોત્રદામનાં ટાવરો ઉપરથી નીચે પડતું નાખે. સિીમૉદોમાં અનોખી શારીરિક તાકાત વિકસી હતી; અને તે બધી તેણે
વૉદ ફ્રૉલોને ચરણે જ સમર્પિત કરી હતી. અલબત્ત, એને પિતા પ્રત્યેની કે માલિક પ્રત્યેની ભક્તિ કે વફાદારી જ કહી શકાય; તેમ છતાં આપણે ઉમેરવું જોઈએ કે, કોઈ કૂતરાએ, કે કોઈ ઘોડાએ, કે કોઈ હાથીએ માલિકને આટલા આદરભાવથી ચાહ્યો નહિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org