________________
ભેદી મુલાકાતી
૧૦૯
“ તમારે એ શીખવું છે? તમે ઘરડા તા થઈ ગયા છે ! વિજ્ઞાનની ગુફામાં કાળા વાળ સાથે પેસનારો તેના વાળ ધાળા થઈ જાય અને તેનું માં કરચલીઓવાળું થઈ જાય ત્યારેય બહાર નીકળી શકે તે ભાગ્ય ! એટલે તમારી પેઠે છેક બુઢ્ઢા થયા પછી, એ ગુફામાં મુસાફરી આદરવા ઇચ્છવું, એ બહુ હિંમતનું કામ કહેવાય. છતાં તમારો આ ઉમરે પણ એ અભ્યાસ આદરવાના આગ્રહ હાય, તેા ભલે, હું પ્રયત્ન કરીશ. હું તમને પિરામિડોનાં ભેાંયરાંની મુલાકાતે, કે બાબિલાનના ઈંટના ટાવરની મુલાકાતે કે એકલિંગના ભારતીય મંદિરની મુલાકાતે જવાનું નહીં કહું. હું પાતે પણ એ બધી ઇમારતોની મુલાકાતે નથી ગયા. આપણે તે આપણી પાસે કીમિયાવિદ્યાની જે પથ્થરની કિતાબા અહીં પાસે જ છે... જેમ કે, આ નેત્રદામનું મંદિર, – તે વાંચીને, જ સંતેષ માનીશું. નિકોલસ ર્ફોમેલના મૂસને તળિયે સાનાના જે કણ ચેાટી રહ્યા હતા, તે હું તમને બતાવીશ. પણ પ્રથમ તે હું એક પછી એક આ વિદ્યાનાં જે આરસપૃષ્ઠ આપણી આસપાસ મેાજૂદ છે, તે વાંચતાં શીખવીશ. એ પ્રાચીન ઇમારતાની એક એક આકૃતિ, એક એક ખૂણા કીમિયાવિદ્યાનુ એક એક પૃષ્ઠ છે.”
“હેં? એ બધી કઈ કિતાબાની આપ વાત કરો છે, મુરબ્બી ? મારાથી આપની એ વાત સમજાઈ નહિ.”
“જુઓને, એક તો આ રહી!” એમ કહી, આર્ચ-ડીકને બારી ઉઘાડી નોત્રદામની ભવ્ય ઇમારતનાં જે બે ટાવર તારાજડિત આકાશની પૃષ્ઠભૂમિમાં દેખાતાં હતાં તે બતાવ્યાં. પણ પછી થેાડી વાર ચુપ રહી, ટેબલ ઉપર પડેલી પેલી છાપેલી ચાપડી તરફ આંગળી કરીને તેણે કહ્યું, પણ, આ વસ્તુ પેલી વસ્તુને મારી નાખશે !”
66
કોઇતિયરે એ છાપેલી ચાપડી તરફ નજર કરી, તેનું નામ વાંચીને કહ્યું, “ વાહ ! એ તો પાયેરી લૉમ્બાર્ડનું સુભાષિતાનું પુસ્તક છે, તેમાં ડરવા જેવું શું છે? તે છાપેલું છે, એ કારણે?
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org