________________
ધર્માધ્યક્ષ “બસ, તમે સાચી વાત ઉપર જ આંગળી મૂકી દીધી. નાની વસ્તુઓ મેટી વસ્તુઓનો નાશ કરે છે : નાઈલના ઉંદરો મગરોને મારી નાંખે છે; તલવાર-માછલી હેલ-મસ્યને મારી નાંખે છે; એમ આ ચોપડી પેલી ભવ્ય ઇમારતને મારી નાંખશે.”
પણ એટલામાં જ મઠનો ઘંટ વાગ્યો; એ ઘંટ વાગ્યા પછી કોઈ બહારને માણસ મઠમાં ને રહી શકે. એટલે પેલા બંને જવા માટે ઊભા થયા.
મુરબ્બી,” ફ્રેન્ડ તુરાંજો રજા લેતાં બોલ્યો, “ડાહ્યા પુરુષો તથા મહામના લોકો મને ગમે છે; અને તેથી આપને પણ હું ભારે આદરણીય ગણું છું. કાલે આપ પૅલેસ દ તુર્નેલ આવજો અને તમને સેઇન્ટ માર્ટિન દ તુરના ઍબટ પાસે લઈ જવાનું દરવાનને જણાવજો.”
આર્ચ-ડકન એ બંનેને વળાવીને દિમૂઢ થઈ પોતાની કોટડીમાં પાછો આવ્યો. કારણકે, મઠને લગતી ઉપાધિઓના રજિસ્ટરમાં આવતી એક વ્યાખ્યા તેને યાદ આવી હતી : સેઇન્ટ માર્ટિનના બટ એટલે ફ્રાંસના રાજા પોતે!
એમ કહેવાય છે કે, તે દિવસથી માંડીને રાજા લૂઈ-૧૧ જ્યારે જયારે પૅરીસમાં આવતા, ત્યારે ત્યારે દોમ કલૉદ સાથે તેમને વારંવાર મુલાકાતો થતી, અને ધીમે ધીમે દોમ કલોંદનો રાજા ઉપરનો પ્રભાવ કોઇતિયર જેવા રતાં પણ ઘણો વધી ગયો.
અમે અહીં આગળ જ, “છાપેલું પુસ્તક પ્રાચીન ઇમારતોને નાશ કરશે,’ એવું કલૉદ ફ્રૉલેનું મંતવ્ય હતું, તે અંગે કંઈક ખુલાસો કરતા જઈએ.
એ મંતવ્યનાં બે કારણો હોઈ શકે : એક તો ધર્માચાર્ય-પાદરીને છાપેલા શબ્દથી હસ્તલિખિત ગ્રંથ અને ઉપદેશ-વેદીને ભય ઊભો થતો લાગે, તે સ્વાભાવિક છે. પેગંબર તરીકે તે એ મુક્ત થયેલ માનવતાની ગર્જના સાંભળી, બુદ્ધિને શ્રદ્ધાના પાયા તોડતી, અભિપ્રાયને માન્યતાને પદભ્રષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org