________________
ભેદી મુલાકાતી
૧૧૩
રોમની સત્તા છિન્નભિન્ન થવા માંડતાં રોમન શિલ્પ પણ મરવા માંડે છે. અત્યાર સુધી જે શિલ્પ ધર્માચાર્યના હાથમાં હતું, તે કળાકારના હાથમાં આવે છે; અને કળાકાર પોતાની કલ્પના મુજબ હવે શિલ્પને મરોડ આપે છે. એટલે ગૂઢતા, પુરાણકથા અને કાનૂનના સામ્રાજ્યમાંથી શિલ્પ મુક્ત થાય છે, અને તેમાં કલ્પના અને સ્વયંસ્ક્રુતિને અગ્રસ્થાન મળે છે.
એક વસ્તુની નોંધ આ જગાએ લેવી જોઈએ. તે વખતે અત્યારના છાપાંના સ્વાતંત્ર્ય સાથે સરખાવી શકાય એવું સ્વાતંત્ર્ય શિલ્પની બાબતમાં જ હતું. અને એ સ્વાતંત્ર્ય બહુ દૂરગામી હતું: કોઈ કોઈ વાર તા. ધર્મપંથના સિદ્ધાંતાની સાથે જરાય લેવાદેવા ન હેાય એવાં પ્રતીકોથી દેવળ કે મંદિરનું શિલ્પ કરાતું.
એ જમાનામાં વિચાર-સ્વાતંત્ર્યના તે કરુણ અંજામ જ આવે. એ વિચાર ધરાવનારની પેઠે તેના પુસ્તકને પણ જાહેરમાં બાળી જ નાખવામાં આવે. પરંતુ પથ્થરની ાથીરૂપ શિલ્પમાં તમે તમારું ગમે તેવું વિચાર-સ્વાતંત્ર્ય દાખવી શકો. અને એ સ્વાતંત્ર્યના લાભ જનતાએ ખૂબ જ લીધા પણ છે. એ જમાનામાં આખા યુરોપમાં દેવળા એટલાં બધાં બંધાયાં છે કે ન પૂછે વાત. બધાં ભૌતિક બળા કે બધાં બૌદ્ધિક બળે શિલ્પરૂપી એક જ કેન્દ્ર તરફ વળેલાં જણાય છે. આમ, પરમાત્મા માટે ધામ રચવાના નિમિત્તે કળાએ વિરાટ પ્રમાણમાં વિકાસ સાધ્યો છે.
હિંદુ, ઇજિપ્ચ્યુન કે રોમન શિલ્પમાં બધે જ માત્ર ધર્માચાર્ય જ ઊભેલા જણાય છે. પરંતુ જનતાના શિલ્પમાં એવું નથી હોતું. તે વધુ સમૃદ્ધ હોય છે અને ઓછું ધાર્મિક હોય છે. ફોનિશિયન શિલ્પમાં આપણને વેપારી દેખાય છે; ગ્રીક શિલ્પમાં રિપબ્લિકન (લાકતંત્રવાદી) ખાય છે, અને ગોથિક શિલ્પમાં નાગરિક દેખાય છે. ધાર્મિક શિલ્પમાં સ્થગિતતા, પ્રગતિના ડર, પરંપરાની જાળવણી, અને પ્રતીકોના અગમ્ય લાસ હેઠળ પ્રકૃતિ અને માનવજાતનાં બધાં સ્વરૂપોને સતત નિયંત્રિત
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org