________________
ભેદી મુલાકાતી
૧૦૭ “તો શું વિજ્ઞાનના ઊંડા અભ્યાસ પછી આપ એવી હદે આવ્યા છે કે, જેથી વિજ્ઞાનમાત્રમાં આપને શ્રદ્ધા જ નથી રહી?”
ના, ના, હું વિજ્ઞાનનો ઇનકાર કરતો નથી; જ્ઞાનની ઊંડી ગુફામાં ફાંફાં મારતાં મારતાં પણ પ્રકાશનો આભાસ દેખાય છે, જે એવા જ્ઞાનને પ્રકાશ છે, કે જે ઈશ્વરી જ્ઞાન જેટલું નિશ્ચળ પ્રમાણભૂત વિજ્ઞાન છે!”
એ ભલે; પરંતુ તમારી અત્યારની ભૂમિકાએ તમે શાને નિશ્ચિત જ્ઞાન માને છે?”
“કીમિયાગર-વિદ્યાને !”
“અલબત્ત, કીમિયાને નિશ્ચિત જ્ઞાન કહી શકાય, પરંતુ તેથી કરીને વૈદક અને જ્યોતિષને ઇનકારવાની શી જરૂર?” રાજવૈદ વચ્ચે બોલી ઊડ્યો.
કારણ કે, તમારું માનવ-દેહ-વિજ્ઞાન શૂન્યરૂપ છે; અને તારાનક્ષત્રોનું તમારું વિજ્ઞાન પણ શૂન્ય છે ! એ વિજ્ઞાનો કશા નકકર નિશ્ચિત જ્ઞાનના પાયા ઉપર ખડાં થયેલાં નથી. ત્યારે કીમિયાનું વિજ્ઞાન તો અમુક નક્કર હકીકતો ઉપર ઊભેલું છે : બરફ એક હજાર વર્ષ જમીનમાં દટાઈ રહે, તો બિલોરી-ખડક બની જાય; સીસું બધી ધાતુઓ ની મા છે; સેનું એ ધાતુ નથી પણ તેજ-તત્ત્વ છે; સીસું બસે બસે વર્ષના ચાર ગાળામાં અનુક્રમે મન:શિલ ધાતુ બને; મન:શિલમાંથી લાઈ બને; અને કલાઈમાંથી રૂપું બને. આ બધી નક્કર હકીકતો નથી?”
મેં કીમિયાવિદ્યાનો અભ્યાસ કર્યો છે, અને છતાં હું ભારપૂર્વક કહેવા માગું છું...” કોઇતિયર ત્રાડી ઊઠયો.
પણ મેં વૈદક, જયોતિષ અને કીમિયો – એ ત્રણેનો અભ્યાસ કર્યો છે, અને હું કહું છું કે, કીમિયામાં જ સત્ય છે,” એમ કહી આર્ચ-ડીકને કબાટમાંથી પાવડર ભરેલી એક શીશી કાઢી અને કહ્યું, “જુઓ, અહીં પ્રકાશ છે – સત્ય છે. બાકીની બધી વિદ્યાઓ સ્વપ્ન જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org