SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ३० ધર્માધ્યક્ષ અને ખરેખર, ગાભણી તો શું બધી જ સ્ત્રીઓએ કયારના પોતાનાં ડાકણા, ખવીસા, મે ઉપર પંજા ઢાંકી દીધા હતા. કસીમૉદાને તે ઘુવડો અને ભૂતાને સાગરીત જ માનતી. પરંતુ પુરુષો તે એકદમ હરખમાં આવી ગયા હતા. જહાંના મિત્ર રૉબિન યુસેપેમાં તે કસીમોંદાની પાસે જઈ તેના દેખતાં જ ચાળા કરી હસવા લાગ્યા. કસીમૉદાએ તરત તેને કમરપટેથી પકડી, ઉછાળીને ટોળામાં દૂર ફેકયો –જાણે એક પીછું ખંખેરી નાખ્યું હોય ! કૉપનેાલ તેની પાસે જઈને બાલ્યા, “ પવિત્ર ક્રૂસના સેગંદ ! મેં મારી જિંદગીમાં સુંદરમાં સુંદર કદરૂપાપણું જોયું હોય, તો આજે જ જોયું; તને પૅરીસના તે શું, રેમના પણ પાપ તરીકે ચૂંટી કાઢવા જોઈએ !” કૉપનાલ હવે તેને પૂછવા લાગ્યો, “ દોસ્ત, હું તને મિજબાની કરાવું — ભલે ગમે તેટલા પૈસા થઈ જાય – બાલ શું ખાવું છે?” કસીમૉદાએ કંઈ જવાબ ન આપ્યો. ભલા ભાઈ, તું બહેરો છે કે શું?” કસીમાઁદા ખરખર બહેરા જ હતા. પણ કૉપનાલની આ બધી પૂછપરછથી ચિડાઈ, તેણે તેના સામું જોઈ એવું દાંતિયું કર્યું કે, એ ફૉમિશ રાક્ષસ પણ બીનીને, બુલ-ડૉગ બિલાડી સામેથી ખસી જાય, તે રીતે ખસી ગયા. પાસે ઊભેલી એક બુઢ્ઢીએ કૉપનાલને જણાવ્યું કે, કસીમૉદો બહેરો જ છે. . પણ એટલામાં જૉન ફ઼ૉલા સીમૉદાને નજીકથી જોવા માટે થાંભલા ઉપરના પેાતાના આસનેથી ઊતરીને નીચે આવ્યા. તેણે તરત જ કહ્યું, આ તા માતાજીના મંદિરના ધર્માધ્યક્ષ – મારા ભાઈ 66 આર્ચ-ડીકનના ઘંટ વગાડનારો છે!” “ વાહ! શી અનેાખી ચીજ છે, વારુ ? તે દેખા દે ત્યારે ખબર પડે કે તે ખૂંધિયા છે ! તે ચાલે ત્યારે ખબર પડે કે, તે કમાન-પગા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy