SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કસોદો ૩૧ છે! તે તમારી સામું જુએ ત્યારે ખબર પડે કે તે કાણિયો છે! તમે એની સાથે વાત કરો ત્યારે ખબર પડે કે તે બહેરો છે! તો પછી તેની જીભ વડે તે શું કરે છે?” બીજો એક જણ બોલ્યો. એની મરજી થાય ત્યારે તે બોલે છે. તે જનમ-બહેરો નથી; માતાજીના મંદિરના ઘંટ વગાડી વગાડીને તેના ધાક ફૂટી ગયા છે!” પેલી ડોસીએ ઉમેર્યું. તો તો જીભ પૂરતે તે અપૂર્ણ રહી ગયો કહેવાય. સર્વાગસંપૂર્ણ થવા માટે તેની જીભમાં પણ કંઈક ખેડ હોવી જોઈતી હતી !” જૉન ડ્રૉલોએ કહ્યું. દરમ્યાન બધા ભિખારીઓ હજૂરિયાઓ, ખીસાકાતરુઓ અને વિદ્યાર્થીઓ વરાયેલા મૂરખરાજ માટે પૂંઠાનો ત્રણ કલગીવાળો મુગટ, તેને રાજદંડ તથા મજાકી પહેરવેશ પેલેસના પાદરીઓ પાસેથી લઈ આવવા દોડી ગયા હતા. તે બધું આવ્યું એટલે કસીમૉએ શાંતિથી એ બધું પહેરી લીધું. પછી તેઓએ તેને એક માંચી ઉપર બેસાડયો; અને મૂરખરાજના દરબારીઓ તરીકે બાર જણાએ તે માંચીને ખભે ઊંચકી લીધી. આખું સરઘસ પહેલાં તો મહેલની ગેલરીઓમાં ફરી વળ્યું અને ત્યાર બાદ હોકારા-બકારા કરતું શેરીઓમાં ફરવા બહાર નીકળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy