________________
- ધર્માધ્યક્ષ તેના ઉપર પોતે બતાવેલી દયાના બદલામાં, પોતાનો નાનો ભાઈ અનાથ થાય, તે બીજા કોઈના હૃદયમાં એવો દયાભાવ પ્રેરે ! - એ બાળક જ્યારે તેણે ઉપાડયું ત્યારે જ તેને ખબર પડી ગઈ કે, તે બહુ જ વિદ્રશ્ય હતું. તેની ડાબી આંખ ઉપર મોટી રળી હતી, તેનું માથું બે ખભા વચ્ચે પેસી ગયેલું હોય તેવું હતું, તેની કરોડરજજુ કમાન વળી ગયેલી હતી, તેની છાતી ઉપર મોટો ઢેકો હતો, તથા તેના પગ કમાનદાર હતા. અલબત્ત, એ બધી વિપતાના બદલામાં તેને અદ્ ભુત શારીરિક તાકાત મળી હે ય એમ લાગતું હતું. તે મોટેથી ચીસો પાડતું હતું, તથા એટલા જોરથી અમળાતું હતું કે ન પૂછો વાત!
એની વિદ્રતા છતાં, એ બાળકને કલૉદે પૂરી મમતાથી ઉછેરવાનું નક્કી કર્યું, જેથી પોતાનો નાનો ભાઈ ભવિષ્યમાં જે કાંઈ અપરાધો કરે, તેની સામે, આને નિમિત્તે પોતે કરેલું આ સત્કાર્ય – પુણ્ય નોંધાય. અર્થાત, પોતાના નાના ભાઈના ખાતામાં તે આ પુણ્યકાર્ય જમા કરાવી મુકવા માગતો હતો, જેથી ભવિષ્યમાં સ્વર્ગના દરવાજામાં દાખલ થતી વખતે પોતાના નાનાભાઈએ પૂરતાં પુણ્યકર્મ ન એકાં કર્યો હોય, તો પણ આ પુણ્યકાર્ય તેને લેખે લાગે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org