________________
કૌદ લે પણ ત્યાર પછી, તેને એમ લાગ્યું કે, તેને માથે આ એક ગંભીર જવાબદારી છે – ભારે બોજ છે, એટલે તેણે પોતાના ભાવી જીવન વિશે ગંભીરપણે વિચાર કરવા માંડ્યો. તેણે નક્કી કર્યું કે, આ જવાબદારીને યથોચિત નિર્વાહ કરવો એ જ તેનું મુખ્ય કર્તવ્ય કહેવાય; એટલે તેણે પોતે લગ્ન કરી બીજા સંતાનની જવાબદારી ઉઠાવવાનું માંડી વાળ્યું. અર્થાત્ સાધુપણાનું જીવન સ્વીકારવાનું તેણે નક્કી કર્યું; અને તેની લાયકાત, તેને અભ્યાસ, તથા પૅરીસના બિશપની હકૂમત હેઠળના જાગીરદાર હોવાપણું – એ બધાને કારણે ધર્મતંત્રમાં દાખલ થવાનો માર્ગ તેને માટે ઝટ ખુલ્લો થઈ ગયો, અને એક ધર્માચાર્ય તરીકે નૉત્રદામ મંદિરમાં તેની નિમણૂક પણ થઈ ગઈ. તે અંગે તેને એક વેદી આગળ સેવા-ભક્તિ કરવાનો અધિકાર મળ્યો.
ત્યાર પછી તો તે પોતાનાં પુસ્તકોના અભ્યાસમાં વિશેષપણે લાગી ગયો. માત્ર એક કલાક જ તે પેલી ધાવને ત્યાં પોતાના નાનકડા ભાઈને જોવા જતો. ધીમે ધીમે, નાની ઉંમરે પણ તેણે બતાવેલ તપસ્યા અને વિદ્વાને કારણે તેની કીર્તિ મઠની બહારેય લોકોમાં ફેલાવા લાગી. જોકે લેકોમાં એની કીર્તિ મંત્ર-તંત્ર-વિદ્યાના જાણકાર તથા કીમિયાગર તરીકે વિશેષ ફેલાઈ.
૩. કસીમૉદ-રવિવારને દિવસે તે વર્જિનમાતા મેરીની મૂર્તિ પાસેની પિતાની વેદી આગળ સેવા-ભક્તિ પરવારીને મઠમાં પાછો ફરતો હતો, તે વખતે તેણે અનાથ બાળકો માટેની ખાટલીમાં પેલું વિદ્ર૫ બાળક મૂકેલું જોયું.
આસપાસ ઊભેલાં માણસ તે વિદ્રપ બાળકને અપશુકનિયાળ ગણી તેને આગમાં કે પાણીમાં નાખી દેવાની જે વાતો કરતાં હતાં તે સાંભળી, તેને અચાનક ખ્યાલ આવ્યો કે, પોતે ધારો કે અચાનક મરી જાય, તો પોતાના નાના ભાઈ જેહાંને આ ખાટલી ઉપર જ મકે, અને કોઈ તેને ઉછેરવા લઈ જાય તો જ તે જીવતો રહે! એટલે તેણે તરત પેલા વિદ્રપ બાળકને ઉછેરવા માટે ઉપાડી લીધું – જેથી પરમાત્મા પ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org