________________
હર
ધર્માધ્યક્ષ રંગીન કાચ તેને માટે હંમેશ ખીલી રહેતી વૃક્ષરાજીરૂપ બની રહ્યાં સ્તંભની કાંગરીઓ તેને માટે લતામંડપ રૂપ બની રહી; મંદિરનાં ઉત્તર ટાવરે તેને માટે પર્વત રૂપ બની રહ્યાં; અને એ ટાવરો નીચે ખદ બદતું દેખાતું પેરીસ એ તેને મન ઊછળતે મહાસાગર હતા.
૩ પણ આ મંદિરની બીજી બધી બાબતો કરતાં તેના ઘંટ તેની અંતરમાં અનેરા ભાવ - અનેરી મતી જાગ્રત કરતા. તે એમની સાથે વાત કરતે, તેમને પંપાળતો અને તેમને જાણે બરાબર સમજતો. વ ઘંટા-ઘર અને બે મિનારાનાં ઘંટાઘરો તેને મન ત્રણ પાંજરાં હતી જેમાં તેણે પાળેલાં અને ભણાવેલાં પંખીઓ રહેતાં હતાં! એ દાંટોની નાદે જ તેને બહેરો કરી મૂક્યો હતો, પણ મા હંમેશાં પોતાના જે બાળક માટે વધુમાં વધુ સહન કરવું પડ્યું હોય છે, તે બાળકને જ સૌથી વધુ ચાહે છે!
અલબત્ત, એ દાંટોનો અવાજ જ તે સાંભળી શકતે. ખાસ કરીને વડો ઘંટ તેને બહુ પ્રિય હતો. એ દાંટનું નામ મેરી હતું. દક્ષિણ તરફના ટાવરમાં તેને લટકાવેલો હતો અને તેની પાસે નાના પાંજરામાં બીજો નાનો દાંટ હતું. બીજા ટાવરમાં છ નાના ધંટ હતા; અને વચલા શિખરમાં તે સૌથી નાના છ ઘંટ હતા તથા એક લાકડાનો ઘંટ હતો,
જે પવિત્ર ગુરુવારને પાછલે પહોરથી પવિત્ર શનિવારની સવાર સુધી (એટલે કે ઈસ્ટરની આગલી રાત દરમ્યાન) વગાડવામાં આવતો. આમ કસીમૉદોના જનાનખાનામાં પંદર ઘંટા-ગૃહિણીઓ હતી, જેમાં મેરી પટરાણી હતી !
જે દિવસે મોટો દાંટા-૨વ કરવાને હોતે, તે દિવસે તેના આનંદ નો પાર ન રહેત. ધર્માધ્યક્ષ – આર્ચ-ડકન તેને પરવાનગી આપે તેની સાથે તે આમળો ખાતી નિસરણીએ બીજો કોઈ નીચે ઊતરે તેના કરતાં વધુ ઝડપથી ઉપર ચડી જતો. પછી તે મોટા ઘંટના આકાશઘરમાં પહોંચી જઈ, તેના તરફ લક્ષપૂર્વક તથા પ્રેમપૂર્વક થોડું જોઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org