________________
કૂતરે અને તેને માલિક બાહ્ય કોટલાનું પ્રતિબિંબ બની રહ્યો. બહારના પદાર્થોની બધી છાયા તેની સમજબુદ્ધિમાં પહોંચે તે પહેલાં અટપટી – વિદ્રપ જ બની જતી ! તેના મગજમાંથી પસાર થતા બધા વિચારો તદૃન અમળાઈ-વંકાઈને જ નીકળતા.
પરિણામે તે હજારો ભ્રમો, આભાસ, અવિવેક, અને અવિચારીપણાનો ભોગ થઈ પડવા લાગ્યો.
ધીમે ધીમે તે તોફાની બનતો ગયો, કારણકે તે જંગલી – અવિચારી બનતો જતો હતો. તેના તોફાનીપણાનું અને વિપરીત પણાનું બીજું એક કારણ તેનું અસાધારણ શક્તિશાળી શરીર પણ હતું, જોકે તેને ન્યાય આપવા ખાતર કહેવું જોઈએ કે, તે પ્રકૃતિથી ઝેરીલો કે ડંખીલો ન હતો. પરંતુ માણસો સાથેના પ્રથમ વ્યવહારથી જ તેને અવજ્ઞા, ઘણા અને તિરસ્કાર જ મળ્યાં હતાં. મનુષ્યોની વાણી હંમેશ તેને મજાક-મશ્કરીભરી અને તેના અપશુકનિયાળપણાને કારણે તેના ઉપર ધ્યાનત વરસાવતી જ સાંભળવા મળી હતી. તે મોટો થતો ગયો તેમ તેમ તેની આસપાસ તેને તિરસ્કાર સિવાય બીજાં કાંઈ જ જોવા મળ્યું નહિ; એટલે તેણે પણ સૌને માટે ધિક્કાર જ પોતાના મનમાં ભંડાર્યા કર્યો.
પછી તે ધીમે ધીમે તે માણસજાતથી વિમુખ જ થતો ગયો. નોત્રદામ મંદિરમાં જે જે રાજાઓ, સંતો, બિશપ, રાક્ષસ, પિશાચ વગેરેની મૂર્તિઓ હતી, તે જ તેને પૂરતી થઈ પડી. એ બધી આકૃતિઓ તેના તરફ કશો તિરસ્કાર દાખવ્યા વિના તેને નિહાળતી. તે પોતે તેમની પાસે ગમે તેટલી વાર ઊભે રહે કે તેઓ સામે ગમે તેટલું જોયા કરે, પણ તેઓ એકસરખી સ્વસ્થતા તથા ભલમનસાઈ દાખવી તેની સામું જોઈ રહેતી. સંતે જાણે તેના મિત્રો હોય તેમ તેને આશીર્વાદ આપતા; રાક્ષસ પણ તેના મિત્રો હોઈ, તેને રક્ષણ આપતા. પરિણામે તે તેની સામે ઊભે રહી લાંબો વખત સંભાષણ કર્યા કરતો.
એ મંદિર તેને માટે માત્ર સમાજ જેવું જ ન રહ્યું; – તે એને માટે આખા વિશ્વ – આખી કુદરત રૂપ જ બની રહ્યું. મંદિરની બારીઓના
1,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org