________________
ધર્માધ્યક્ષ કલૉદની પોતાની ઉમર તે વખતે ઓગણીસ વર્ષની જ હતા પણ પોતાના બાળક ભાઈની અનાથતાને પોતાના કરતાં વધુ કારમી જોઈ, તે દયાભાવથી વિચલિત થઈ, એના ઉછેરના કામે લાગી ગયો.
અને ધીમે ધીમે તેના ભાઈ પ્રત્યેનો તેનો સ્નેહ કંઈ વિચિત્ર પરાકાષ્ઠાએ પહોંચ્યો. બચપણથી જ તે પોતે માતાપિતાથી છૂટો પડી, પુસ્તકો વચ્ચે જ દટાઈ ગયો હતો – તથા ભણવું અને શીખવું, એ જ તેનો વ્યાસંગ બની રહ્યો હતો. તેને હદય નામની ચીજના અસ્તિત્વની જાણે ખબર જ નહોતી! પરંતુ માતા-પિતા વિનાનો તેને નાનો ભાઈ જાણે આકાશમાંથી જ તેના હાથમાં ટપકી પડયો હતો, અને કલૉદ તે દિવસથી જુદો જ માણસ બની રહ્યો. તેને માલુમ પડ્યું કે, તત્ત્વજ્ઞાનીએ અને ધર્મશાસ્ત્રીઓ, કવિઓ અને દાર્શનિકોની ચર્ચાઓ ઉપરાંત માણસને બીજી પણ બાબતોની જરૂર છે –- હૃદયના ભાવોની! તે વિનાનું જીવન એ તો ઊંજણ વિનાનાં યંત્રો જેવું ચીસો પાડતું તથા નવું ઘર્ષણયુક્ત જ બની રહે. જો કે, તે ઘડીએ એક ભ્રમની જગાએ બીજ જાતને ભ્રમ જ તેના જીવનમાં ગોઠવાઈ ગયો કે, લોહીના સગપણ વાળા પ્રત્યે પ્રગટતો મમતા-ભાવ અને સ્નેહ-ભાવ જ જીવનને પૂર્ણ કરવા માટે બસ છે!
એટલે નાનાભાઈ જેહાં પ્રત્યે મમતા-ભાવ દાખવવામાં પણ તે તેની અભ્યાસીની એકાગ્રતા અને ચીવટથી જ લાગ્યો. એ નાજુક અને ક્ષણ ભંગુર જીવન ઉપર તે માતાની કાળજીથી અને હૂંફથી છવાઈ રહ્યો. નાને જેહાં હજુ ધાવણો હતો, એટલે એને માટે ધાવણની વ્યવસ્થા કરવાની તાત્કાલિક જરૂર હતી. કલૉદને વારસામાં પિતા તરફથી તિરેશેપની જાગીર ઉપરાંત વિચેસ્ટર-કેસલ નજીકની એક ટેકરી ઉપર આવેલી મિલ(ઘંટી) પણ મળી હતી. ત્યાંના મિલરની પત્ની તે વખતે પોતાના ધાવણા છોકરાને ધવરાવતી હતી. કલૉદ પોતાના નાના ભાઈને જાતે તેની પાસે લઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org