________________
કાઁદ લો એનું માથું પણ પૂરતું વિદ્રપ હતું. થોડા લાલ વાળ, એક આંખ, એક મોં અને થોડા દાંત સિવાય બીજું કશું દેખાતું ન હતું. આંખ રડતી હતી, માં બરાડતું હતું અને દાંત તો કશાને બચકું ભરવાની જ જાણે રાહ જોઈ રહ્યા હતા. આખું ડીમચું કોથળીમાં એટલા જોરથી અમળાતું હતું, કે આસપાસ જોનારાં નવાઈ પામતાં ગયાં તેમ જ સંખ્યામાં વધતાં ગયાં.
એક તવંગર ખાનદાન બાઈ પિતાની ફૂટડી નાની છોકરીને આંગળીએ વળગાડીને ત્યાં થઈને જતી હતી. પેલી છોકરીએ ધીમે ધીમે એ ખાટલી ઉપર કોતરેલા અક્ષરો ઉકેલ્યા : “ફાઉન્ડલિંગ૧.” દરમ્યાન પેલી તવંગર બાઈ ચાંદીનો સિક્કો પેલા તાંસળામાં નાખતાં ધૃણાથી પિતાનું મોં પેલા બાળક તરફથી ફેરવી લઈને ચાલી જતાં બોલી : “અહીં બાળકો સિવાય કશાનું પ્રદર્શન કરાતું જ નથી કે શું?”
થોડી વાર બાદ ત્યાંથી ધર્મ-દફતરને કર્મચારી એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં પત્ની સાથે ત્યાં થઈને જતો હતો, તેણે એ બાળક તરફ જોઈને કહ્યું, “ફાઉન્ડલિંગ૨– સ્તો! ફલેગેથોન નદીના કિનારા ઉપરથી મળી આવ્યું છે!”
એની આંખ તો દેખાય છે, પણ બીજી ઉપર તે રસોળી જ છે!” તેની પત્ની બોલી ઊઠી.
“ના, ના, એ રસોળી નથી, પણ એ તો ઈંડું છે; એ ઈંડામાંથી આના જેવું જ બીજું ભૂત નીકળશે, જેની આંખ ઉપર આવું જ ઈંડું છે. તેમાંથી પાછું બીજું ભૂત નીકળશે – એમ જગતના અંત સુધી!” પતિએ માહિતી આપી.
“તમને શી રીતે ખબર પડી?” પત્નીએ પૂછ્યું. “હું બધું જાણું.” પતિએ જવાબ આપ્યો. ૧. તાયેલું મળી આવેલું બાળક ૨. “ફાઉન્ડ” એટલે જડેલું અર્થ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org