________________
કલોદ રૈલો
આ વાત શરૂ થાય છે તે સમયથી સોળ વર્ષ પૂર્વે એટલે કે ઈ. સ. ૧૪૬૭ના ઈસ્ટર પછીના પ્રથમ રવિવારની એક ખુશનુમા સવારે (જે રવિવાર ફ્રાન્સમાં કસીમૉદો રવિવાર તરીકે ઓળખાય છે.) નૉત્રદામ મંદિરમાં પૂજા-પ્રાર્થના પૂરી થયા બાદ, ડાબે હાથે રીપ્ટ ક્રિસ્ટોફરના મોટા બાવલાની સામે, ફરસ ઉપર જડી દીધેલી લાકડાની ખાટલીમાં એક જીવતું બાળક સુવાડવામાં આવ્યું હતું.
ખાટલી ઉપર અનાથ – નિરાશ્ચિત બાળકો લોકોની નજરે પડે તે માટે ખુલ્લામાં સુવાડવામાં આવતાં. એ ખાટલીની એક ઈસે જડેલા માંસળામાં જેમને એ બાળક માટે પૈસા નાખવા હોય તે પિસા નાખે; અને જેને એ બાળક ઉછેરવા માટે લઈ જવું હોય તે લઈ પણ જાય.
આજે સવારે જાહેરમાં મૂકવામાં આવેલા એ બાળકે જરા વધુ રસ આવ્યો હતો અને મુખ્યત્વે ઘરડી ડોસીએનું એક મોટું ટોળું તેની કપાસ ભેગું થયું હતું.
પહેલી પંક્તિમાં ઊભેલી સ્ત્રીઓમાંની ચાર તે પાસેના મઠમાંથી વેલી સાધ્વીઓ હતી. તે ઉપદેશ સાંભળવા નોત્રદામ મંદિરમાં
હતી. સાધ્વીઓને એ રીતે દર્શન-પૂજન માટે બહાર આવવાની છૂટ પણ તે બહાર નીકળ્યા પછી બેલી શકે નહિ. પરંતુ આ બધી મરજી મુજબ બોલ્યા જતી હતી. “આ શું હશે, સિસ્ટર?” એકે બીજીને પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org