________________
ધર્માધ્યક્ષ “ભલે; પણ તમે ફ્રાંસમાં કઈ ઉંમરે આવેલાં ?” “બહુ નાની હતી ત્યારે.” “અને પેરીસમાં?” “ગયે વરસે જ.” “જિપ્સીઓની પેઠે ભવિષ્ય ભાખતાં તમને આવડે છે?”
ના.”
“ઈજિમના ડયૂક તરીકે ઓળખાવતો માણસ તમારી ટોળીનો નાયક છે?”
હા.” “તેણે આપણું લગ્ન કરાવ્યું હતું ને?” પેલીએ હોઠ લંબાવી ચાળો કર્યો અને કહ્યું, “મને તો તારા નામની ખબર નથી !'
“મારું નામ?–વાહ તમારે સાંભળવું હોય તે હું કહી દઉં – પાયરી ગ્રિગોર.”
હું એક વધુ સારું નામ જાણું છું.”
“ફૂર કિશોરી! કંઈ નહિ; તમે મને ચીડવી નહિ શકો. કદાચ મારી સારી પિછાન તમને થશે, ત્યારે તમે મને ચાહતા થશો. પણ તમે મને વિશ્વાસમાં લઈ તમારી જીવનકથા કહી છે, તો મારે પણ તમને મારી કથા કહેવી જોઈએ. મારું નામ પાયેરી ગ્રિગોર છે, અને મારો બાપ દસ્તાવેજો લખનાર હતે. વીસ વર્ષ પહેલાં પૅરીસના ઘેરા વખતે બર્ગન્ડિયનેએ મારા બાપને ફાંસીએ ચડાવ્યો અને પિકાએ મારી માનું પેટ ચીરી આંતરડાં કાઢી નાખ્યાં. છ વર્ષની ઉંમરથી હું નિરાધાર બની ગયો. છથી સોળ વર્ષને હું શી રીતે થયો, એની મને કશી યાદ નથી. કોઈ ફળવાળી મને એકાદ ફળ આપે, ભઠિયારો રેટીનો ટુકડો આપે – એમ મારું કામ ચાલતું. રાતે ચોકીદારો મને ભટકતા છોકરા તરીકે ઉપાડી જઈ જેલમાં પૂરી દે, જ્યાં મને સૂવા માટે પરાળની પથારી અને છાપરું મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org