________________
પૅરીસનું માતાજીનું મંદિર નેત્રદામ ૭૯ ફિલિપ ઑગસ્ટસે, પછી, ઊંચાં ઊંચાં ટાવર-બુરોવાળી દીવાલ એ વિસ્તરેલા શહેરની આસપાસ નાખીને બીજી મર્યાદા ઊભી કરી. પણ પછીય જગા ખૂટતી ગઈ, ત્યારે ફિલિપ ઑગસ્ટસે નાખેલી દીવાલની બહાર પણ નગર-વિસ્તાર વધતો ગયો ઈ.સ. ૧૩૬૭માં તે એ બાહ્ય પરાં વિસ્તાર પણ એટલો વધી ગયો કે તેની બહાર – અને ખાસ કરીને નદીના જમણા કિનારા તરફ કિલ્લાની નવી દીવાલ ઊભી કરવી આવશ્યક બન્યું. રાજા ચાર્જ-૫ માએ તે દીવાલ બાંધી.
પરંતુ પછી પણ સૈકાઓ સુધી પરીસ શહેર વધતું જ ગયું. અને પંદરમા સૈકા સુધીમાં ચાર્જ-૫ માએ નાખેલી સીમા પણ એગંગાઈ ગઈ.
પંદરમા સૈકામાં પરીસ નગર ત્રણ જુદા કસબા કે શહેરોમાં વહેંચાયેલું હતું. તે દરેકને જુદો ઇતિહાસ, જુદી વિશિષ્ટતાઓ, જુદા રીતરિવાજો અને જુદા અધિકારો હતાં. ટાપુ ઉપરનું શહેર એ જૂનામાં
નું અને નાનામાં નાનું હતું – બીજી પુત્રીઓ વચ્ચે ભિડાયેલી જાણે બુઠ્ઠી માતા. “યુનિવર્સિટી' કસબો “સી” નદીના ડાબા કિનારા ઉપર પથરાયો હતે, “ટાઉન વિસ્તાર જમણા કિનારે આવેલો હતો અને તે સૌથી મોટો હતો.
“સિટી’ વિસ્તારમાં ચર્ચ-દેવળો ખૂબ હતાં; ‘ટાઉન વિસ્તારમાં મહેલ ખૂબ હતા; અને “યુનિવર્સિટી’ વિસ્તારમાં મહાવિદ્યાલયો. બીજી રીતે કહીએ તો ટાપુવાળા ભાગ ઉપર બિશપની હકૂમત હતી; જમણા કિનારા ઉપર મહાજનોના મૅજીસ્ટ્રેટ “પ્રોવોસ્ટ' ની હકૂમત હતી; અને ડાબા કિનારા ઉપર યુનિવર્સિટીના રેકટરની. અલબત્ત, રાજાએ નીમેલા પેરીસના પોસ્ટની બધા ઉપર હકૂમત હતી.
સિટી' વિભાગમાં નૉત્રદામ મંદિર તથા હૉસ્પિટલ આવેલાં હતો; “ટાઉન' વિભાગમાં લુવ્ર રાજમહેલ, હૉટેલ દ વિલ, અને સદર બજાર; તથા યુનિવર્સિટી વિસ્તારમાં સેરબેન કૉલેજ-મઠ. યુનિવર્સિટી જાભાગમાં વિદ્યાથીં એ જે ગુના કરે, તેની સજા ટાપુ વિસ્તારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org