________________
ધર્માધ્યક્ષ
આવેલા પેલેસ ઑફ જસ્ટિસમાં થતી, અને એ સજાનો અમલ જમણક કિનારે આવેલા મૉટફૉકનમાં થતો. જોકે રેકટર પોતાની સ્થિતિ મજબૂત જોતા તે રાજાની સાથે ઝઘડીને પણ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી-વિસ્તારમાં જ ફાંસીએ દેવરાવવાની છૂટ મેળવતો. અલબત્ત, આ બધા અધિકારો રાજા પાસેથી લડી ઝઘડીને છીનવી લેવા પડતા : રાજા પોતે કશું એમ ને એમ જતું કરતો નહીં.
“સિટી’ વિસ્તારમાં પાંચ પુલો હતા : જમણી બાજુ નૉટાદામ પૉઇટ અને ચેઈજ પૉઇટ તરફ બે પથ્થરના, મુનિયર પૉઇંટ તરફ લાકડાનો, ડાબી બાજુ પતિત પૉઇંટ તરફનો પથ્થરને અને સેંટ માઇકેલ પૉઇંટ તરફ લાકડાનો. એ બધા પલો ઉપર તે જમાનામાં. રહેવાનાં મકાન હતાં.
યુનિવર્સિટી” વિસ્તારને ફિલિપ ઓગસ્ટસે બંધાવેલા છ દરવાજા હતા; “ટાઉન’ વિભાગને પણ ચાર્જ-૫ માએ બંધાવેલા છ દરવાજા હતા. આ બધા દરવાજા મજબૂત તથા અંદરથી સુંદર શિલ્પવાળા હતા. પૅરીસની દીવાલને ઘસાઈને એક પહોળી અને ઊંડી પાણી ભરેલી ખાઈ હતી. રાતે દરવાજા બંધ કરાતા, અને શહેરને બે છેડે નદીને પણ મજબૂત સાંકળેથી બંધ કરી દેવામાં આવતી, જેથી પૅરીસ શહેર શત્રના અચાનક આક્રમણથી ડર્યા વિના નિરાંતે ઊંઘી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org