SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ આવેલા પેલેસ ઑફ જસ્ટિસમાં થતી, અને એ સજાનો અમલ જમણક કિનારે આવેલા મૉટફૉકનમાં થતો. જોકે રેકટર પોતાની સ્થિતિ મજબૂત જોતા તે રાજાની સાથે ઝઘડીને પણ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી-વિસ્તારમાં જ ફાંસીએ દેવરાવવાની છૂટ મેળવતો. અલબત્ત, આ બધા અધિકારો રાજા પાસેથી લડી ઝઘડીને છીનવી લેવા પડતા : રાજા પોતે કશું એમ ને એમ જતું કરતો નહીં. “સિટી’ વિસ્તારમાં પાંચ પુલો હતા : જમણી બાજુ નૉટાદામ પૉઇટ અને ચેઈજ પૉઇટ તરફ બે પથ્થરના, મુનિયર પૉઇંટ તરફ લાકડાનો, ડાબી બાજુ પતિત પૉઇંટ તરફનો પથ્થરને અને સેંટ માઇકેલ પૉઇંટ તરફ લાકડાનો. એ બધા પલો ઉપર તે જમાનામાં. રહેવાનાં મકાન હતાં. યુનિવર્સિટી” વિસ્તારને ફિલિપ ઓગસ્ટસે બંધાવેલા છ દરવાજા હતા; “ટાઉન’ વિભાગને પણ ચાર્જ-૫ માએ બંધાવેલા છ દરવાજા હતા. આ બધા દરવાજા મજબૂત તથા અંદરથી સુંદર શિલ્પવાળા હતા. પૅરીસની દીવાલને ઘસાઈને એક પહોળી અને ઊંડી પાણી ભરેલી ખાઈ હતી. રાતે દરવાજા બંધ કરાતા, અને શહેરને બે છેડે નદીને પણ મજબૂત સાંકળેથી બંધ કરી દેવામાં આવતી, જેથી પૅરીસ શહેર શત્રના અચાનક આક્રમણથી ડર્યા વિના નિરાંતે ઊંઘી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy