Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બનાવનારા છે. જેઓ સમ્યગ્દર્શન આદિ વહાણ વડે સંસારસમુદ્રનો પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ તેનો પાર પમાડે છે. જેઓ પોતે બુદ્ધ છે અને બીજાઓને પણ બોધ પમાડે છે. જેઓ સર્વ પ્રકારનાં કર્મ-બંધનોથી મુક્ત થયેલા છે અને બીજાઓને મુક્તિ અપાવનારા છે. ૮
જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે તથા શિવ, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત', અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એટલે જ્યાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું રહેતું નથી, એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે.
તે જિનોને, ભયોને જીતનારાને નમસ્કાર હો. ૯
જેઓ અતીત કાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે અને જેઓ વર્તમાનકાળમાં અરિહંતરૂપે વિદ્યમાન છે, તે સર્વેને મન-વચન અને કાયા વડે ત્રિવિધ વંદના કરું છું.
આ પ્રાચીન સૂત્રમાં આ રીતે અરિહંત ભગવાનના ઉપકારો અને તેમના લોકોત્તર ગુણોનું ભાવયુક્ત વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂત્રનું અન્ય નામ “શકસ્તવ અને પ્રણિપાતદંડક છે. આ સૂત્રથી પ્રેરિત થઈને વિક્રમની ચોથી-પાંચમી સદીમાં થયેલા શ્રી સિદ્ધસેન દિવાકરે ૩૦વર્ધમાન શસ્તવ' નામના સ્તોત્રની રચના કરી છે તેમ જ વિક્રમની આઠમી સદીમાં થયેલા આચાર્ય હરિભદ્ર સુવિસ્તૃત અર્થવિચાર ધરાવતો “લલિતવિસ્તરા' નામનો ગ્રંથ રચ્યો છે.
ગુજરાતી ભાષામાં ચોવીશી કે વીશીની રચનાઓ ચઉવીસત્યો અને શક્રસ્તવને અનુસરીને થઈ તે પૂર્વે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જૈન કવિઓએ ૨૪ તીર્થકરોની સ્તવનાની રચના કરી છે. | વિક્રમના બીજા સૈકામાં થયેલા આદ્ય સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ શ્રી સમંતભદ્રાચાર્યે “સ્વયંભૂસ્તોત્ર' નામના સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતાં વિભિન્ન સ્તોત્રો રચ્યાં. આ ‘સ્વયંભૂસ્તોત્રમાં કવિએ પરમાત્મા ભક્તિના ભાવનું આલેખન કર્યું છે.
स्तुति: स्तोतुः साधो कुशलपरिणामाय स तदा भवेन्मा वा स्तुत्यः फलमपि ततस्तस्य च सूत: किमेवं स्वाधीन्याज्जगति सुलभे श्रायसपथे
स्तुयान्नत्वा विद्वान्सततमभिपूज्यं नमिजिनम् । સ્તુતિના સમયે અને સ્થાને સ્તુત્યની હાજરી હોય યા ન હોય, તેઓ સીધા ફળ દેનારા હોય યા ન હોય, પરંતુ ઉત્તમ સ્તુતિ કરનારને પુણ્ય ઉત્પન્ન કરનારાં મનનાં શુભ પરિણામોની જરૂર હોય છે અને જિનેશ્વર દેવની સ્તુતિ કરનાર એવાં શુભ પરિણામ પામે છે. જ્યારે જગતમાં આવો સ્વાધીને કલ્યાણકારી માર્ગ સુલભ હોય ત્યારે તે નામજિન ! કયો વિવેકી મનુષ્ય સ્તુતિ ન કરે ?
વિક્રમની નવમી સદીમાં થયેલા આચાર્ય બપ્પભટ્ટસૂરિએ “ચતુર્વિશતિ જિન સ્તુતિ' રચી છે. ૯૬
૩૦. “વર્ધમાન શકસ્તવમાટે જુઓ સજ્જન સન્મિત્ર પૃ. ૧૨૩ ૩૧. લલિતવિસ્તરાનો ગુજરાતી અનુવાદ વિવેચન સાથે પરમતેજ ભાગ ૧-૨, વિવેચનકર્તા: ભુવનભાનુસૂરિ. ૧૮૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org