Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
अप्पsिहय वर नाण दंसण धराणं वियट्ठ छउमाणं ॥ ७ ॥ जिणाणं जावयाणं तिन्नाणं तारयाणं
बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं ॥ ८ ॥ सव्वन्नूणं सव्वदरिसीणं सीव मयल मरुय मणंत मक्खय मव्वाबाह मपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं जिअ भयाणं ॥ ९ ॥ (C)
जे अ अईआ सिद्धा, जे अ भविस्संति णागए काले संपई अ वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥ १० ॥
નમોત્પુર્ણ (ગુજરાતી અનુવાદ અને અર્થ)
નમસ્કાર હો અરિહંત ભગવંતોને. ૧
જેઓ શ્રુતધર્મના પ્રારંભ કરનારા છે, ચતુર્વિધ શ્રમણ સંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે અને સ્વયંજ્ઞાની છે. ૨.
જેઓ પુરુષોમાં પરોપકારાદિ ગુણો વડે ઉત્તમ છે, શૌર્યાદિ ગુણો વડે સિંહ સમાન છે, નિર્લેપતામાં ઉત્તમ પુંડરિક – કમળ સમાન છે અને સાત પ્રકારના ભયોને દૂર કરવામાં ગંધહસ્તી સમાન છે. ૩
જેઓ ભવ્ય જીવોમાં પોતાના તથાભવ્યત્વ’થી ઉત્તમ છે, ભવ્ય જીવોને રાગ-દ્વેષ આદિ આંતિરક શત્રુઓથી રક્ષણ આપનાર હોવાથી ‘નાથ’ છે. વ્યવહારરાશિમાં આવેલા જીવોને સાચો માર્ગ બતાવનારા હોવાથી ‘હિત કરનારા’ છે. મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર દૂર કરનારા હોવાથી ‘લોક-પ્રદીપ' છે અને વિશિષ્ટ શક્તિવાળા ચૌદ પૂર્વધરોના પણ સૂક્ષ્મતમ સંદેહ દૂર કરનારા હોવાથી શ્લોક પ્રદ્યોતકર’ છે. ૪
જેઓ અભયને આપનારા છે, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરનારા છે, કર્મના વિશિષ્ટ ક્ષયોપશમરૂપ માર્ગ દેખાડનારા છે, રાગ-દ્વેષથી પીડિત પ્રાણીઓને શરણ આપનારા છે અને મોક્ષ-વૃક્ષના મૂળરૂપ બોધિ-બીજનો લાભ આપનારા છે. ૫
જેઓ ચારિત્રધર્મને સમજાવનારા છે. પાંત્રીસ ગુણોથી યુક્ત વાણી વડે ધર્મદેશના આપનારા છે. ધર્મના સાચા સ્વામી છે. ધર્મરૂપી રથને ચલાવનારા નિષ્ણાત સારથિ છે અને ચાર ગતિનો વિનાશ કરનારા શ્રેષ્ઠ ચક્રને ધારણ કરનારા ચક્રવર્તી છે. ૬
જેઓ સર્વત્ર અસ્ખલિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા છે, તેમ જ સર્વ પ્રકારનાં ઘાતિકર્મોથી મુક્ત છે. ૭
જેઓ રાગ અને દ્વેષનો જય કરવાથી સ્વયં જિન બનેલા છે તથા ઉપદેશ વડે બીજાઓને પણ જિન
Jain Education International
૨૮. આ ગાથા આગમગ્રંથોમાં જોવા મળતી નથી.
૨૯. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૧, લે. ધીરજલાલ ટોકરશી શાહ
For Personal & Private Use Only
ચોવીશી : ઉદ્ભવ અને સ્વરૂપ * ૧૭
www.jainelibrary.org