Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો.
આ પ્રાચીન સૂત્રમાં ચોવીસે તીર્થંકરોની નામ સહિત સ્તુતિ-વંદના કરવામાં આવી છે, આથી તેનું બીજું નામ ‘નામસ્તવ' પણ છે. પ્રારંભે તીર્થંકરોનો પ્રભાવ અને સ્વરૂપ, મધ્યમાં ચોવીસ તીર્થંકરોની નામસહિત વંદના અને અંતે તીર્થંકરોના ગુણવર્ણનની સાથે જ તીર્થંકરોની પ્રસન્નતા ઇચ્છી આરોગ્ય, સમ્યગ્દર્શનનો લાભ અને સિદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ સૂત્રની અંતિમ ગાથાઓમાં કાવ્યાત્મકતાનો સ્પર્શ અનુભવાય છે. આ સૂત્રમાં તીર્થંકરોનાં નામસ્મરણ, ગુણવર્ણન અને પ્રાર્થના છે, તે ત્રણે અંગો પછીના કાળમાં રચાયેલા વિશાળ સ્તવનચોવીશી સાહિત્યમાં વિસ્તૃતપણે ઉપલબ્ધ થાય છે.
આગમસૂત્રોમાંના એક પ્રાચીન આગમ “ભગવતીસૂત્ર'માં ‘ચોવીસત્યો' સંબંધી ચર્ચા પ્રાપ્ત થાય છે તેમાં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે :
વડવીતત્યળ ભંતે! નીવે નિળિયર્ડ ?’ હે ભગવાન ! ચતુર્વિશતિ સ્તવ દ્વારા જીવ કયા લાભ પામે ? જેના ઉત્તરમાં
'चउवीसत्थएणं दंसणविसोहिं जणयई । ” ચતુર્વિશતિ સ્તવથી દર્શન-વિશુદ્ધિ થાય છે, એમ કહેવાયું છે.
આ (સમ્યગ્) દર્શન એટલે સાચી સમજણ. સાચી સમજણ (સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ થવી એનો સાધનામાર્ગમાં મોટો મહિમા છે. આથી જ સાધુઓ તથા શ્રાવકોની રોજ કરવાની આવશ્યક ક્રિયાઓમાં ‘ચઉવીસત્યો’નો સમાવેશ થયો છે.
આવશ્યક સૂત્રમાંનું અન્ય એક સૂત્ર ‘નમોત્પુર્ણ’ અથવા ‘શક્રસ્તવ’ પણ અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન કરે છે તેમજ જૈન ધર્મમાં તીર્થંકરોનું કેવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તે દર્શાવે છે.
नमोत्थुणं
नमोत्थुणं अरिहंताणं भगवंताणं ॥ १ ॥ આફરાળ તીત્વવાળ સયં - સંવૃદ્ધાનું ॥ ૨ ॥ पुरिसुत्तमाणं पुरिस सिहाणं पुरिस वर पुंडरिआणं
पुरिस वर गंधहत्थीणं ॥ ३ ॥ लोगुत्तमाणं लोगनाहाणं लोग हिआणं लोग पईवाणं लोग पज्जो अगराणं ॥ ४ ॥ अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरण दयाणं बोहिदयाणं ॥ ५ ॥ धम्मदयाणं दम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं धम्म वर चाउरंत चक्कवट्ठीणं ॥ ६॥
૨૭. આધાર – ઔપપાતિકસૂત્ર - ૨૦મું સૂત્ર, રાજપ્રીયસૂત્ર – ૧૩મું સૂત્ર, કલ્પસૂત્ર – ૧૫મું સૂત્ર.
–
૧૬ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org