Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અભિવ્યક્તિ કરવામાં આવે છે. દા.ત, વરદત્ત ગુણમંજરીની કથા આલેખતું જિનવિજયજીનું જ્ઞાનપંચમી સ્તવન.
કથનાત્મક પદમાળા સિવાય પણ પદમાળાનો એક અન્ય પ્રકાર દૃષ્ટિગોચર થાય છે, તે તિથિ અને મહિના સંબંધી કાવ્યો છે. આના મૂળમાં બારમાસીનો કાવ્યપ્રકાર જોઈ શકાય. મહિનાનાં કાવ્યોમાં પ્રત્યેક માસમાં વિરહનું વધુ તીવ્રતાપૂર્વક થતું આલેખન પ્રત્યેક માસનાં કાવ્યોને એક-બીજા જોડે સુબદ્ધ રાખે છે. આમ એક પદમાંથી કવિ અનેક પદમાં ગતિ કરે છે. મધ્યકાળમાં નાકર, રત્નેશ્વર, પ્રેમાનંદ, ગિરિધર આદિનાં મહિનાનાં પદો પ્રસિદ્ધ છે. આમ, પદમાંથી પદમાળાનું સ્વરૂપ વિકાસ પામ્યું છે.
- સ્તવન કે સક્ઝાયમાં પાંચ તીર્થોનો મહિમા ગાવા માટે પંચતીર્થ સ્તવન કે પછી આઠ યોગદૃષ્ટિના વર્ણન માટે આઠ યોગદષ્ટિની સઝાય આદિ પદમાળાઓ રચાઈ છે. સ્તવન મુખ્યત્વે તીર્થકરોની ઉપાસના અને આરાધના માટે હોઈ, સ્તવનમાં ૨૪ તીર્થકરો કે વીસ વિહરમાન જિનના એક-એક સ્વતંત્ર સ્તવનોની માળા જે “ચોવીશી’ કે ‘વીશી'ના નામે પ્રચલિત થઈ તેનો પ્રારંભ થયો.
આ ચોવીશીની પરંપરાનો ઉદ્ભવ જૈન ધર્મના ગ્રંથોમાં ૧૨ અંગ અને ૧૪ પૂર્વનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. કાળક્રમે આ ગ્રંથો મૃતિભ્રંશ આદિ કારણોથી ખંડિત થતાં મૂર્તિપૂજક – શ્વેતાંબર માન્યતા અનુસાર ૪૫ આગમોમાં સંકલિત થયા. આગમ સૂત્રોમાં પાંચમા અંગ ભગવતી સૂત્રના પ્રારંભે પંચમંગલ શ્રુતસ્કંધ' એટલે નવકારમંત્ર મંગલાચરણરૂપે આવે છે. તેના પ્રથમ પદમાં “નમો અરિહંતા | (વરુહંતાણં' પદ દ્વારા અરિહંત ભગવંતને નમસ્કાર કરવામાં આવ્યો છે. આમ નમસ્કાર મહામંત્રમાં પણ પ્રથમ ક્રમે તીર્થકરો – અરિહંતોને નમસ્કાર કરાયો છે. જૈનધર્મમાં સર્વશાસ્ત્રોના સાર રૂપે નમસ્કાર મહામંત્ર ગણાય છે. તેમાં પ્રથમ પરમેષ્ઠિ રૂપે (ઉપાસ્ય તરીકે) તીર્થકરોને નમસ્કાર કરાયો છે. આ ૪૫ આગમોમાં ચાર સૂત્રોને “મૂળસૂત્ર' ગણવામાં આવ્યાં છે. આ ચારમાંનું એક મૂળસૂત્ર “આવશ્યક સૂત્ર છે. આ ‘આવશ્યકમાં સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને દિવસે તથા રાત્રે અવશ્યપણે કરવા યોગ્ય છે આવશ્યક ક્રિયાનાં સૂત્રો છે. આ આવશ્યક સૂત્રનું બીજું અધ્યયન ‘ચકવીસત્યો’ છે. ‘ચકવીસત્યો' એટલે ચતુર્વિશતિ સ્તવ. ચોવીસ તીર્થકરોની સ્તવના કરવી છે. આ ચઉવીસત્યો' એટલે “જિનેશ્વરોના અતિઅદ્ભુત ગુણોનું કીર્તન કરવું તે.
२"चउवीसत्थओ लोयसुज्जोयकरे धम्मतित्थयरे जिणे । अरहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥
૨૪. ચઉસરણપયના ગાથા૩. પ્રતિક્રમણ સૂત્ર, પ્રબોધટીકા ભાગ-૧, લે. ધીરજલાલ ટોકરશી શાહ. ૨૫. આવશ્યક સૂત્રમાં “ચઉવીસFઓનો આ પાઠ મળે છે. આ પાઠ અને અત્યારે પ્રચલિત લોગસ્સસૂત્રના પાઠમાં થોડો પાઠભેદ છે. આ પાઠ મુનિશ્રી પુણ્યવિજયજીએ હારિભદ્રીય વૃત્તિના આધારે સંપાદિત કર્યો છે. સંદર્ભ –
વનિયમુન, ઉત્તરાયT, Hવસથસુત્ત (દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને આવશ્યકસૂત્ર) જૈન આગમ ગ્રંથમાળા ક. ૧૫, સં. મુનિશ્રી પુણ્યવિજયજી, કા. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ-૩૬.
૧૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org