Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આપણ સસનેહી, રમતા નવ નવ વેશે (મોહનવિજયજી)
(૪) સ્વનિંદા પ્રેરિત ગુણકીર્તન :
પોતાની ત્રુટિઓ પ્રગટ કરી તેને સુધારવા માટે પરમાત્માની કૃપા યાચવી તે સ્વનિંદા પ્રેરિત ગુણકીર્તન છે. જેમાં ક્યારેક પરમાત્મા સાથે પોતાની તુલના પણ કરવામાં આવે છે.
(૫) આત્મ સ્વાનુભાવ પ્રેરિત ગુણકીર્તન :
પરમાત્માના ગુણોના અનુભવથી પ્રેરિત થઈ આત્મસ્વરૂપની મસ્તીનો અનુભવ થાય, તેથી પ્રેરિત થઈ પરમાત્મા સાથે ઐક્યને વર્ણવે. દા. ત., હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (ઉપા. યશોવિજયજી) સકલ સમતા સુરલતાનો કંદ હિ તુંહિ (જ્ઞાનવિમલસૂરિ)
આ પાંચ પ્રકારો ઉપરાંત જૈનધર્મનાં તીર્થો તેમ જ આરાધ્ય તિથિઓનો મહિમા વર્ણવતાં સ્તવનો પણ મળે છે. દા. ત., વિમલાચલ નિતુ નંદિએ (ઉપા. યશોવિજયજી) પંચમી તપ તુમે કરો પ્રાણી (સમયસુંદરજી) આવી જ રીતે સ્તવનમાં ઘણી વાર કોઈ તીર્થ કે તિથિસંબંધી કથાઓ કે તત્ત્વવિચાર આલેખવાનું વલણ જોવા મળે છે. જ્યારે સ્તવન એક નિશ્વિતરાગના ઢાળમાં વર્જ્ય કથા કે તત્ત્વવિચાર પૂર્ણાહુતિ પામતા નથી, ત્યારે સ્તવનની વિભિન્ન ઢાળોમાં કથા કે તત્ત્વવિચાર આલેખવાની પ્રથા જોવા મળે છે. જે સ્તવનને પદમાળા, રાસ કે આખ્યાન જેવા સ્વરૂપની નજીક લઈ જાય છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસનો મહિમા તેમ જ તે સંબંધી કથાને વર્ણવતાં સ્તવનો અનેક ઢાળોમાં ઉપલબ્ધ થાય છે. એ જ રીતે જ્ઞાનવિમલસૂરિ, વીરવિજ્યજી આદિ અનેક કવિઓએ તીર્થંકરોના જીવનચરિત્રો તેમ જ તેમના વિવિધ ભવ વર્ણવતાં સ્તવનો રચ્યાં છે. એમાં ૫૨માત્મા મહાવીર સંબંધી સ્તવનોને પર્યુષણમાં પ્રતિક્રમણ સમયે ગાવાની પરંપરા જૈનસંઘમાં સચવાયેલી છે.
આવી જ રીતે તત્ત્વવિચારને વર્ણવતાં અનેક ઢાળોમાં ફેલાયેલાં સ્તવનો પણ ઉપલબ્ધ થાય છે. પરમાત્માની વિનંતી એ કાવ્યનું પ્રારંભબિંદુ હોય, આ વિનંતીમાં જ પોતાની આત્મપરિસ્થિતિ કે દેશ-કાળની પરિસ્થિતિનું નિવેદન કરાયું હોય, આ નિવેદનમાં જ નિશ્ચય વ્યવહારનય કે આત્મતત્ત્વની શુદ્ધતા, પ્રતિમાસ્થાપન જેવા વિષયો પર તત્ત્વવિચારની ધારા આલેખાતી જાય એવી રચનારીતિ ધરાવતા અનેક દીર્ઘ સ્તવનો ઉપલબ્ધ થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી સવાસો, દોઢસો, સાડાત્રણસો ગાથાનાં સ્તવનો આ ધારાનાં દીર્ઘ સ્તવનોના ઉત્તમ દૃષ્ટાંતો છે.
પદમાળા
સ્તવનમાળા
પદોમાં ઊર્મિને સ્થાને કથનનું તત્ત્વ પ્રવેશ્યું, ત્યારે એક ટૂંકું પદ કથનની અભિવ્યક્તિ માટે ટૂંકું પડવા લાગ્યું. તેથી અનેક પદોમાં કથા કહેવાની પ્રથા શરૂ થઈ. નરસિંહ મહેતાએ પોતે ‘સુદામાચરિત્ર’ નામની પદમાળા લખી. પ્રેમાનંદ સ્વામીનો ‘તુલસીવિવાહ' વિશ્વનાથ જાની કે પ્રેમાનંદની ‘ભ્રમરપચીશી’ આદિ પદમાળા જોતાં નક્કી થાય છે કે મોટા ભાગની પદમાળામાં થોડું પણ કથાતત્ત્વ હોય છે.
સ્તવનના સંદર્ભે વિચારીએ તો કથાતત્ત્વવાળાં સ્તવનોમાં અનેક ઢાળો એટલે કે ખંડો દ્વારા કથનની
ચોવીશી : ઉદ્ભવ અને સ્વરૂપ * ૧૩
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org