Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
उसभमजियं च वंदे संभव मभिणंदणं च सुमईं च पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे ॥ सुविहि च पुप्फदंतं, सीयल सेज्जंस वासुपूज्जं च विमल मणतं च जिणं, धम्मं संतिं च वंदामि ॥ कुंथुं अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च II एवं मए अभिथुआ, विहुयरय मला पहिण जर मरणा । चउवीसं पि जिणवरा, तीत्थयरा मे पसियंतु ॥ कित्तीय वंदिय महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा आरुग्ग बोहिलाभं समाहि वर मुत्तमं दितु ॥ चंदेसु निम्मलयरा, आईच्चेसु अहियं पयासयरा सागर वर गंभीरा सिद्धासिद्धिं ममदिसतु ॥
ગુજરાતી અનુવાદ. .
ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા અને કેવલ(જ્ઞાન) દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા ચોવીસનું તથા અન્ય તીર્થંકરોનું પણ હું કીર્તન કરીશ.
શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને વંદન કરું છું.
શ્રી સુવિધિનાથ યા પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને વંદન કરું છું.
શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન (એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું.
એવી રીતે મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા ચોવીસ તથા અન્ય તીર્થંકરો મારા પર પ્રસન્ન થાઓ.
જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ છે અને જેઓ લોકો વડે કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે તેઓ મને આરોગ્ય, બોધિ અને સમાધિની ઉત્તરોત્તર વિકાસ સાધતી સ્થિતિ આપો.
ચંદ્રો કરતાં વધારે નિર્મળ, આદિત્યો કરતાં વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં
૨૬. ગુજરાતી અનુવાદનો આધાર વિકાસ મંડળ, મુંબઈ. પ્રથમાવૃત્તિ.
Jain Education International
=
શ્રી પ્રતિક્રમણસૂત્ર પ્રબોધ ટીકા, લે. ધીરજલાલ ટોકરશી શાહ, પ્ર. જૈનસાહિત્ય
For Personal & Private Use Only
ચોવીશી : ઉદ્ભવ અને સ્વરૂપ * ૧૫
www.jainelibrary.org