________________
(૧૦)
ભેજપ્રબંધ ભાષાંતર. છે, આવી લીલાવડે દુષ્ટ ચેષ્ટા કરનારા અભુત વ્યસનવાળા દેવને નમસ્કાર છે.”
આ પ્રમાણે વિચાર કરતા ભેજને તે વત્સરાજ વધભૂમિ ઉપર લાવ્યો, પરંતુ મહા સભાગ્ય અને અભંગ ભાગ્યના નિધાનરૂપ
આ ભેજકુમારને મારી હું મારા આત્માને ફગટ શા માટે અપાર સંસારરૂપી કાંતારની અંદર વિતતા નરરૂપી અગાધ અંઘકૂપને વિષે નાંખું ?” એમ વિચારી વત્સરાજે ભેજને પિતાને ઘેર લાવી ભયરામાં ગુપ્ત રીતે રાખે. કહ્યું છે કે-“ગુણવાળું અથવા ગુણરહિત કેઈપણ કાર્ય કરતાં પહેલાં પંડિતજને યત્નથી તેના પરિણામનો વિચાર કરે, કારણકે વિચાર્યા વિના રભસવૃત્તિથી કાર્ય કરવામાં આવે છે તે તેને વિષાક શલ્યની જેમ જીવતાં સુધી દદયને દાહ કરનાર થાય છે.” ભેજકુમારે વત્સરાજને કહ્યું કે-“હે વિસરાજ ! નિકારણ બંધુપણુથી તમે મારું રક્ષણ કરે છે, પરંતુ મુંજરાજ મારાપરનો દંડ તમને આપશે, કારણ કે રાજાએ પિતાની આજ્ઞાનું ખંડન કરનારે પોતાના પુત્રોને પણ સહન કરતા નથી, તો બીજાનું શું કહેવું ? માટે તમારે મિત્રાઈને બદલે ઉલટી શત્રુતા થશે; તેથી તમે મારા જેવું કૃત્રિમ મસ્તક કરી તેની પાસે મૂકે અને મારો લખેલો આ એક લોક તેને આપજે.” એમ કહી ભેજે છરીવડે પોતાના શરીરમાંથી રૂધિર કાઢી તેવડે વટવૃક્ષના પાંદડા ઉપર એક લેખ લખ્યો. તે નીચે પ્રમાણે
मान्धाता च महीपति कृतयुगालंकारभूतो गतः । सेतुर्येन महोदधौ विरचितः क्वासौ दशास्यान्तकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते । नैकेनापि समं गता वसुमती मन्ये त्वया यास्यति ॥ १ ॥
સત્યયુગના અલંકારરૂપ માંધાતા નામનો પ્રસિદ્ધ રાજ આ પૃથ્વી મૂકીને ચાલ્યો ગયો છે. જેણે મહાસાગરમાં સેતુ બાં હતા તે રાવણનો અંત કરનાર શ્રી રામચંદ્ર કયાં છે ? અર્થાત તે પણ ગયા છે. બીજા પણ યુધિષ્ટિર વિગેરે અનેક રાજાઓ ચાલ્યા ગયા છે, પરંતુ તેમાંના કેઈ એકની સાથે પણ આ પૃથ્વી ગઈ નથી, પરંતુ હે મુંજરાજ! ખરેખર આ પૃથ્વી તારી સાથે તે અવશ્ય આવશે એમ હું માનું છું. પૃથ્વી તે નિરંતર નવી ને નવી જ હોય છે, પરંતુ પુરૂષ જૂના થાય છે અને જ્યારે પોતાનો વારો આવે છે ત્યારે તે નાટક નાચીને જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org