________________
(૧૩૨)
ભોજપ્રબંધ ભાષાંતર. એવું રાખ્યું. પછી–“ હે રાજન ! તમે ધનના ઈશ્વર છો તે અમે પણ જીવન પર્યત વાણુના ઈશ્વર છીએ, તમે શૂરવીર છે તે અમે પણ વાદીઓના ગવરૂપી વરને નાશ કરવાની વિધિમાં અક્ષય ચાતુર્યને ધારણ કરીએ છીએ, અને તમને ધનાશ્વ પુરૂષ સેવે છે તે પાપમાને નાશ કરવા માટે શ્રેતાજને અમને પણ સેવે છે. જે તમારા ચિત્તમાં મારાપર શ્રદ્ધા નથી, તે હારા ચિત્તમાં તમારા પર બિલકુલ શ્રદ્ધા નથી; તેથી હું આ જાઉં છું. ” તથા–“હે રાજન ! તમે રાજા છે તે અમે પણ ઉપાસના કરેલી મહા બુદ્ધિના અભિમાનથી ઉન્નત-ઉંચા છીએ, તમે વૈભવથી દુનિયામાં પ્રસિદ્ધ છે તે કવિઓ અમારા યશને પણ સર્વ દિશામાં પ્રસિદ્ધ કરે છે, તે હે માનદ ! આપણું બન્ને વચ્ચે ઘણે તફાવત નથી. તેથી જો તમે અમારાથી પરભુખ છે તે અમે પણ એકાંતે તમારાથી નિ:સ્પૃહી જ છીએ.” આ પ્રમાણેના ભાવવાળા એ લેક કહી ગ્રંથદાહથી ઉત્પન્ન થયેલા કેપવાળે ધનપાળ પંડિત કુટુંબ સહિત ત્યાંથી નીકળી મેવાડ દેશમાં ગયા. ત્યાંના રાજાએ તેને નાંદસમા નામનું ગામ આવ્યું. તેમાં તે પંડિત સુખે કરીને રહ્યો. તે ગામમાં પંડિત બાવન જિનાલયવાળે શ્રી મહાવીર વિહાર (મહાવીર જિનને પ્રાસદ) કરાવ્યો. - આ અવસરે કઈ ધર્મ નામને વાદીશ્વર કે જે ચોદ વિદ્યાને નિધાન અને ચોદ પ્રકારના વાદમાં જીતનાર હતું, તે ઘણાં છત્ર, ચામર, ટોડર, સુખાસન, વાહન, પાંચસો ચપળ અવા તથા વાજીત્રાદિકના આડંબર સહિત શ્રી ભોજરાજાની સભામાં આવ્યું, અને બો કે-“હે રાજન ! તમારા પંડિત પાસે મારી સાથે વાદ કરાવે અથવા તેને આ મારી સાથે રાખેલું જલી પાઓ અને ઘાસ ખવર. જો આપનો કે પંડિત મારી સામે વાદ નહીં કરે તે તમારી પાસેથી જયપત્ર લઇને હું મારા ડાબે પગે તે બાંધીશ.” આવાં વચનો સાંભળી ચિંતાતુર થયેલા ભેજરાજાએ પોતાના સર્વ પંડિતેને એકાંતમાં બોલાવીને પૂછયું કે-“હવે શું કરવું ?” ત્યારે સવ પંડિતે બોલ્યા કે –“સરસ્વતી દેવી પાસેથી સેવ વાદીઓને વિજય કરવાનું વરદાન પામેલા શ્રી ધર્મ કવિની પાસે અમારું મન વિના બીજુ કાંઈ પણ બળ ચાલી શકે તેમ નથી, પરંતુ જે ધનપાળ અહીં આવે તો તે જ આના મદરને ઉતારનાર ધવંતરી થાય
૧ માન આપનાર, બીજે વ્યંગ્ય અર્થમાનનું ખંડન કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org