________________
(૧૭૨)
ભોજપ્રબંધ ભાષાંતર. સેની જાણી શકે તેવું બીજે કઈ જાણુ શકતો નથી. આ રીતે કાવ્યવિનોદ કરતાં રાજા અને કાળીદાસને પરસ્પર અત્યંત પ્રીતિ બંધાઈ. બીજા સર્વ વિદ્વાન કાળીદાસને વેશ્યામાં લંપટ થયેલે છતાં કવિતા કરવામાં મહાકવિ છે એમ જાણી તેના પર સંપૂર્ણ દ્વેષ કરવા લાગ્યા. સભામાં કઈ વિદ્વાન તેને સ્પર્શ પણ કરતા નહી, તથા તેની સાથે બોલતા પણ નહીં.
એકદા સર્વ વેદોની શ્રુતિએ જેના જિન્હા ઉપર નૃત્ય કરતી હતી એવા વેદી આ બ્રાહ્મણેએ વિચાર કર્યો કે-ભેજરાજાને કેવળ કવિતાજ પ્રિય છે, માટે આપણે કોઈ એકાંત સ્થળમાં જઈ કવિતા કરીએ.” એમ વિચારી તે એ નગરીની બહાર રહેલા પાર્વતીના શૂન્ય પ્રાસાદમાં કવિતા કરવાની બુદ્ધિથી બેઠા. ઘણે કાળે તે સર્વમાંથી એક બ્રાહ્મણ, એક પાદ બંધબેસતું કર્યું કે-“ મોષને હિં રાજેન્દ્ર '(હે રાજે, અમને ભેજન આપો.) પછી વિચારી ઘણે કાળે બીજું પાદ કર્યું કે-“ “ ધૃતરામવિત” (ધી અને શાક સહિત.) આ પ્રમાણે પૂર્વાર્ધને બે પાત્ર બન્યા, પણ કે રીતે ઉત્તરાધ થયું નહીં, તેટલામાં ત્યાં દેવીને નમવા માટે કાળીદાસ કવિ આવ્યા. તેમને જોઈ તે બ્રાહ્મણે બોલ્યા કે “ હે કાળીદાસ ! અમે સમગ્ર વેદશાસુ જાણીએ છીએ, તે પણ ભેજરાજા અમને કાંઇ આપતા નથી, અને તમારી જેવાને તે લક્ષ ધન આપે છે. તેથી અમે કવિતા કરવાની બુદ્ધિથી અહીં આવ્યા છીએ, પરંતુ અમે ઘણે કાળ વિચાર્યું ત્યારે પૂર્વાધ માત્ર બન્યું છે, હવે ઉત્તરાર્ધ તમે કરી આપ, તે રાજા અમને કાંઇક આપે.” એમ કહી તેમણે તે અર્ધ લેક કાળીદાસ કવિ પાસે કહી સંભળાવ્યો. તે સાંભળી કવિએ તેને ઉત્તરાર્ધ આ પ્રમાણે કરી આપું-“માહિર્ષિ ૧ શરન્દ્ર દ્રશાધિશä ” ( તથા શરદ ઋતુના ચંદ્રની સ્ના જેવું ઉજવળ ભેંશનું દહીં આપે.) આ પ્રમાણે આખો લોક લઈ તેઓ રાજા પાસે ગયા. રાજાએ તેમને બોલવાની આજ્ઞા આપી, ત્યારે તે સર્વે બ્રાહ્મણે તે એકજ લેક એકી સાથે બોલ્યા. રાજાએ તે લેક સાંભળી તથા તેનું ઉત્તરાર્ધ કાળીદાસનું કરેલું ધારી બ્રાહ્મણને કહ્યું કે-“હે વિપ્રો ! તમારામાં જેણે ઉત્તરાર્ધ કર્યું હોય તેને આશ્રીને જ હું તમને કાંઇક આપું છું, બાકી પૂર્વાર્ધનું તો કાંઈ પણ આપને નથી.” એમ કહી ઉત્તરાર્ધના જેટલા અક્ષરો હતા તેટલા (૧૬) લાખ કે તેમને આપ્યા. તેઓ તે દક્ષિણ લઈને ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org