________________
(૧૮૮)
ભોજપ્રબંધ ભાષાંતર લાની તુલ્ય ગણવા એ યોગ્ય નથી.” એ પ્રમાણે કહી કાળીદાસ વેશ્યાને ઘેર આવી તેણીની રજા લઈને નગરીને ત્યાગ કરીને ચાલી નીકળ્યા. માર્ગે જતાં એક વનમાં તેમને એક ચેર મળે. તે કવિનાં વસ્ત્રો લઈ લેવા તૈયાર થયો. તેને કવિએ કહ્યું કે હે ભાગ્યવંત ! હું કવિ છું, મારાં વસ્ત્રો તું ન લે.” તે સાંભળી રે તેને કહ્યું કે
ત્યારે તમે આ નદીને કાંઠે રહેલા પલાશ વૃક્ષનું વર્ણન કરે.” કાળીદાસ બોલ્યા કે નીચે નમેલી શાખાવાળે આ નદીને પલાશ વૃક્ષ પવનથી હાલના પાંદડાંરૂપી હાથે કરીને દાવાનળથી બળી ગયેલા બીજા ને જાણે જળાંજલિ આપતો હોય તેવો શોભે છે.” આ પ્રમાણે કહેવાથી ચોરે જવા દીધા.
અનુક્રમે ચાલતા કાળીદાસ કવિ અલાલ દેશમાં આવ્યા. ત્યાંના રાજા પાસે જઈ તેમણે કહ્યું કે- “ માલવદેશના રાજા શ્રી ભેજની અવજ્ઞાથી હું કાળીદાસ નામને કવિ તમારા દેશમાં આવ્યો છું. તે સાંભળી રાજાએ તેને આસન પર બેસાડીને કહ્યું કે-“ભેજની સભા જોઈને અહીં આવેલા મનુએ મારી પાસે તમારો મહિમા સેંકડો પ્રકારે વર્ણવ્યા છે, અને સારા કવિએ તે તમને સરસ્વતીનો જ અવતાર કહે છે તો કવિરાજ ! તમારી કવિતારૂપી વાણી મને સંભળાવે.” ત્યારે કાળીદાસે કહ્યું કે-“હે અલ્લાલ દેશના રાજા ! તમારા શત્રુના ભવનમાં ફરતી ભીલડી ચાતરફ વીખરાયેલા રનોને જોઇ તેને ખેરના સળગતા અંગારા ધારી તેનાપર સુખડના કટકા મૂકીને આંખે બંધ કરી ધમે છે, એટલે તેના ધાસના સુગંધથી ભમરાઓના સમૂહ આવે છે, તેને તેણુ આડા જેવા માને છે. તે સાંભળી રાજાએ તેને પ્રત્યેક અક્ષરે લક્ષ લક્ષ ધન આવ્યું. એકદા તે રાજાએ તેને કહ્યું કે “હે સુવિ! એકશિલા નગરીની કાંઈક કથા કહે.” કવિ બોલ્યા–“ એકશિલા નગરીની સ્ત્રીઓએ કાંઈ મીષપૂર્વક નાંખેલા કટાક્ષોથી દરેક ભાગમાં પગલે પગલે યુવાન પુરૂષ અપરાધ વિના જ બંધાય છે, તેમજ કમ
વડે શેભતી વાવોમાં જળ ભરવા આવેલી કમલાક્ષી (સ્ત્રી)એના નૃત્ય કરતા કટિલ કટવડે યુવાન પુરૂ હણાય છે. તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ કવિને દશ ઉત્તમ અધો આપ્યા.
અહીં ભેજરાજા કાળીદાસના વિરહથી તથા બીજા સર્વ પંડિ- તેના કાશી તરફના પ્રયણથી દિવસે દિવસે ક્ષીણ થઈ પડવાના ચંદ્ર
જેવા અતિ કૃશ થઈ ગયા. તે જોઈ મંત્રીઓએ એકત્ર થઈ વિચાર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org