Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 222
________________ અધિકાર ૭ મો. (ર૦૫) અહીં લાવ, નહીં તે મને તેની પાસે લઈ જા.” એજ રીતે ભીમરાજાએ પણ ભેજની સભા જેવાની ઉત્કંઠાથી ડામરને કહ્યું કે મને ભેજરાજાની સભા દેખાડ. આ ઉપરથી એકદા ઉપાયને જાણનાર ડામર મોટા પ્રાભૂત સહિત ભીમરાજાને સ્થગીધર (તાંબૂલની પેટીને ઉપાડનાર) બ્રાહ્મણને વેષ પહેરાવી પોતાની સાથે માલવદેશમાં લઈ ગયે. ત્યાં ભેજરાજાની સભામાં જઈ તેણે રાજાને પ્રણામ કર્યા, ત્યારે રાજાએ તેને ભીમરાજાને લાવવા સંબંધી વૃત્તાંત પૂછો. તેણે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ ! રાજાએ હમેશાં સ્વતંત્ર હોય છે, તેથી તેને અણગમતું કાય કેઈપણ બળાત્કારે કરાવી શકે જ નહીં; માટે તે વિષેની ખોટી આશા આપે રાખવી નહી.” તે સાંભળી ભોજરાજાએ તે ભીમરાજાનું વય, રૂપ, આકૃતિ વિગેરેનું સદશ્યપણું પૂછયું, ત્યારે ભેજરાજાની સભા તથા સર્વ સભાસદની સામે જોઈ પિતે સાથે લીધેલા સ્થગીધરને ઉદ્દેશીને ડામર બે કે- “હે ભેજરાજા ! આની જેવી આકૃતિ, આવો વર્ણ, આવું રૂપ અને આટલી વય તેની છે, બાકી આનામાં અને તે રાજામાં તો કાચ અને ચિંતામણિ જેટલે તફાવત છે. આવું તેનું લિષ્ટ વચન સાંભળી ચતુર પુરૂષોમાં ચક્રવતી જેવા ભેજરાજા તેના સામુદ્રિક લક્ષણે જોઈ સ્થિર દષ્ટિ રાખી વિચાર કરવા લાગ્યા. તે જાણું ડામરે પેલા સ્થગીધરને પ્રાભૂતની વસ્તુઓ લેવાને મિષે બહાર મોકલી દીધે; એટલે તે ભીમરાજા તે ત્યાંથી માર્ગો પડી ગયા અને ભેંટણની વસ્તુઓ આવવા લાગી, દરમ્યાન ભીમરાજાના ગુણોનું વર્ણન કરવામાં અને બીજી બીજી વાર્તાઓ કરવામાં ડામરે ભેજરાજાને ઘણે સમય નિર્ગમન કર્યો. એ પ્રમાણે બહુ વખત થયા છતાં સ્થગીધરના પાછા ન આવવાથી ભેજરાજાએ ડામરને પૂછયું કે- “સ્થગીધરને પાછા આવતાં કેમ આટલો બધો વિલંબ થયો? ) ત્યારે ડામરે કહ્યું કે “તેજ ભીમરાજા પોતે હતા, તે આપની સભા જેવા આવ્યા હતા, તે જોઈને ચાલ્યા ગયા છે.” તે સાંભળી ભેજરાજાએ તરત જ પોતાનું સન્મ તૈયાર કરવા હુકમ કર્યો, ત્યારે ડામરે કહ્યું કે હે દેવ ! બાર બાર યોજન સુધી પવનવેગે જઈને પછી ઉભા રહે તેવા અને અને એક ઘડીમાં એક જન ચાલનારી વિગેરે સમગ્ર સામગ્રીવડે ભીમરાજા અહીં આવ્યા હતા તે અત્યારે ઘણી પૃથ્વી ઓળંગી ગયા છે, તેને હવે આપ શી રીતે પહોંચી ૧ ભેંટણની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230