________________
(૨૨)
ભોજપ્રબંધ ભાષાંતર. થયેલા નાચિરાજે કર્ણરાજાનું આપેલું સમગ્ર દાન તથા પિતાના ઘરનું સર્વ વિત્ત તે કરકવિને આપી દીધું. પછી નાચિરાજે વિચાર કર્યો કે “ક્ષદ્ર રાજા પાસે માગવાથી પણપણાને લીધે તે કાંઇ આપવાનો નથી. ” એમ વિચારી તેણે શ્રી શાલિવાહન, શ્રી વિક્રમાકે, શ્રી મુંજ અને શ્રી ભેજ એ ચારની પાષાણમય પ્રતિમા બનાવી તેમની પાસે કહ્યું કે-“હા! હારની જેવા અત્યંત મનોહર કવિતાના અલંકારરૂપ હે શ્રી શાલિવાહન ! હા ! માલવ પૃથ્વીના નાયક મુંજ ! હા ! યશના સમૂહરૂપ ભોજરાજા ! અને હા ! વિદ્વાનપ્રિય વિકમાર્ક ! તમો ચારે ઇંદ્રના મિત્રો થયા, અર્થાત સ્વર્ગે ગયા તેથી આજે મૂખે રાજાને દ્વારે દ્વારે વાગીરોપંડિતો ભટકી ભટકીને સીદાય છે–દ:ખી થાય છે. આ પ્રમાણે તે બોલ્યો કે તરતજ તે ચારે પ્રતિમાઓના નેત્રોમાંથી એકેક અશ્રુઓનો બિંદુ પૃથ્વી પર પડ્યો. તેનું એક એક રત્ન દાઢ દોઢ કરોડના મૂલ્યવાળું થયું. એ રીતે છ કરોડનાં મૂલ્યવાળાં ચાર રત્નો તેને મળ્યાં.
ઈતિ નાચિરાજ અને કપૂર કવિને પ્રબંધ.
રત્નમંદિરે રચેલા આ ભેજપ્રબંધને વિષે કવીશ્વરને આનંદ કરનાર આ સાતમો અધિકાર સંપૂર્ણ થ.
શ્રીમાન તપગચ્છને વિષે ગુરૂ શ્રી સેમસુંદર નામના સૂરીશ્વર થયા, તેમના ચરણકમળમાં ભ્રમર સમાન શ્રી નંદિર નામના ગણિ થયા. તેમના શિષ્ય રત્નમંદિર ગણિએ આ મેટો ભેજપ્રબંધ સંવત ૧૬૫૭ ની સાલમાં નવ રચીને સંપૂર્ણ કર્યો.
ઈતિ ભેજપ્રબંધ સમાપ્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org