________________
{ ૨૧૦)
ભોજપ્રબંધ ભાષાંતર.
મારી કબુલાતને અધ ભાગ અથવા તારૂં મસ્તક લાવ.” આ પ્રમાણે તેને આદેશ થવાથી ડામરે મધ્યાહુ સમયે બત્રીશ પત્તિઓ સહિત રાજમંદિરમાં પ્રવેશ કરી સુખે સુતેલા શ્રીકણરાજાને કેદીની જેમ પકડ્યા. ત્યારે શ્રીકણરાજાએ કહ્યું કે- આ એક ભાગમાં નીલકંઠ ચિંતામણિ (મહાદેવ) અને ગણપતિ વિગેરે દેવે પૂજાની સામગ્રી સહિત રાખ્યા છે અને બીજા ભાગમાં રાજ્યની સમગ્ર સમૃદ્ધિ રાખી છે, બેમાંથી જેની ઈચ્છા હોય તે એક ભાગ લઈ લ્યો.તે સાંભળી સોળ પ્રહર સુધી ડામરે ત્યાં જ રહી ભીમરાજાની આજ્ઞાથી દેને ભાગ લઈ શ્રીભીમને ભેટ કર્યો.
આ સર્વ વૃત્તાંત જણાવનારા બે કાવ્યને અર્થ આ પ્રમાણ છે–પચાસ હાથના બે શિવપ્રાસાદ કરાવવાને એકજ મુહૂર્ત આરંભ કર્યો. તેમાં જેનો પ્રાસાદ પહેલો પૂર્ણ થાય તેના કલારોપણના ઉત્સવમાં બીજા રાજાએ છત્ર ચામર રહિત આવવું. એ પ્રમાણે સરત કરી હતી. તેમાં ભોજરાજાએ ખર્ચ કરવામાં કાંઈક લાભ કરવાથી કણરાજાએ પહેલે પ્રાસાદ બનાવી તેને એ સરતમાં જતી લીધો. પછી ભેજરાજા શ્રીકણુ રાજા ધારાનગરી પર આવતાં સ્વર્ગ ગયા. પછી બળવાન શ્રીકણરાજાએ ધારાનગરી ભાંગી. તેમાં ભીમરાજાને સહાયરૂપ ર્યો હતો, તેથી ભેજની સમૃદ્ધિનો અધ ભાગ લેવા માટે ભીમના ડામર નામના દૂતે કણસજાને બંદી કરી તેની પાસેથી સુવર્ણની માંડવી મંદિર અને ગણપતિ સહિત શ્રી નીલકંઠ મહાદેવ ગ્રહણ કરી ભીમરાજાને આપ્યા.” તથા “પૃથ્વી પર દાન આપવામાં સમગ્ર મનુષ્યોના દારિદ્રનો નાશ કરનાર ક૯૫વૃક્ષ જેવા, સાક્ષાત બૃહસ્પતિની જેમ શીધ્રપણે વિવિધ પ્રબંધો રચનાર અને અજુનની જેમ રાધાવેધના સાધનારા શ્રી ભોજરાજાની કીર્તિ સાંભળી વિસ્મય પામેલા દેએ જલદી બોલાવ્યા હોય તેમ તે ભેજરાજા સ્વર્ગે ગયા.
| ઇતિ ભેજરાજ સ્વર્ગગમન પ્રબંધ.
ત્યારપછી ભીમરાજાએ શ્રીક/રાજા પાસેથી શ્રીજરાજાના પુત્રને માલવદેશનું રાજ્ય અપાવ્યું. તે ઉત્સવમાં પંડિતાએ શ્રીકણું રાજાની આ પ્રમાણે સ્તુતિ કરી-“હે શ્રી કર્ણદેવ ! તમે બે ત્રણ પગલા ચાલે છે, તેટલામાં તમારા શત્રુએ આખી પૃથ્વી ઓળંગી જાય છે (નાશી જાય છે), તમે પાંચ દશ બાણે મૂકે છે તેટલામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org