Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 223
________________ (૨૬) ભેજપ્રબંધ ભાષાંતર. શકશો?” તે સાંભળી ભેજર નિરાશ થઈ ચિરકાળ સુધી હાથ ઘસતા રહ્યા. ઈતિ ભીમ અને ભેજને મેળાપ સંબંધ. ભેજરાજા હમેશાં પ્રાત:કાળે એક પત્થરની શિલાને લક્ષ્ય (નિશાન) રૂપ કરી ખેદ રહિતપણે ધનુર્વેદને અભ્યાસ કરતા હતા. એવામાં એકદા વેતાંબર શ્રીચંદન નામના આચાર્ય તેનો અભ્યાસ જેવા આવ્યા. તે જોઈ ઐત્પાતિકી બુદ્ધિવાળા તે આચાર્ય આવા અથવાળે કલેક બેલ્યા.-“હે રાજન ! આ શિલા ઠેકાણે ઠેકાણે ધનુષની ક્રીડાવડે વીંધાયેલી ભલે થાઓ, પરંતુ હે દેવ ! હવે પછી પત્થરને વીંધવાના વ્યસનનું રસિમ્પણું મૂકી દો અને પ્રસન્ન થાઓ. કારણ કે જો આ કીડા વૃદ્ધિ પામશે, તે તમે કુળ પર્વતના સમૂહને પણ તમારી કીડાનું લક્ષ્ય કરશે, જેથી આ પૃથ્વી વસ્તાધારા (આધાર રહિત) થઈ જશે અને તે પાતાળમાં પેસી જશે.” આ પ્રમાણે તેની કવિતાના અતિશયથી રાજા ચમત્કાર પામ્યા, પરંતુ કાંઈક વિચારીને બોલ્યા કે-“ તમે સર્વ શાસ્ત્રના પારગામી છે, તેથી તમારી કવિતામાં જે વિસ્તાધારા એવું પદ આવેલું છે તે કાંઈક ઉત્પાત જણાવે છે.” એ પ્રમાણેકહીનમસ્કારાદિવડે પ્રસન્ન કરી વિદાય ક્ય. ડાહલ દેશના રાજાની રાણી દેમતિ નામે હતી. તે મહાગિની હતી. એકદાતે ગર્ભવતી થઈ. જ્યારે તેને પ્રસુતિનો સમય નજીક આવ્યો ત્યારે તેણીએ જેશીઓને પૂછયું કે “કેવા અલગ્નમાં જન્મેલે પુત્ર ચક્રવર્તી થાય ?” તેઓએ સારી રીતે વિચારીને કહ્યું કે સૌમ્ય ગ્રહે ઉચ્ચ રાશિના થઈ કેદ્રસ્થાનમાં રહ્યા હોય અને ક્રૂર ગ્રહ ત્રીજા, છઠ્ઠા તથા અગ્યારમાં સ્થાનમાં રહ્યા હોય તેવા લગ્નમાં ઉત્પન્ન થયેલો પુત્ર ચક્રવર્તી થાય છે. તે સાંભળી તેણીએ જે વખતે પ્રસવ થવાને હતો તેની પછી સોળ પ્રહર સુધી ગની યુક્તિવડે ગર્ભનું સ્તંભન કરી જેશીઓએ કહેલા જ લગ્નમાં પુત્ર પ્રસબે. તે ગર્ભ સ્તંભન કરવાના ષથી રાણી પ્રસવ થયા પછી આઠ પ્રહરે મરણ પામી. તે પુત્રનું નામ કણ રાખવામાં આવ્યું. ઉત્તમ લગ્નમાં ઉત્પન્ન થયેલ હોવાથી તે કણે પોતાના પરાક્રમથી અનેક દેશ જીતી એકસે છત્રીસ રાજાઓને પિતાના સેવકે બનાવ્યા. તે ચોદ વિદ્યાને પણ પારગામી થયો. વિદ્યાપતિ વિગેરે મહાકવિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230