________________
અધિકાર ૬ ઠે.
(૧૦૭) ચંદ્ર ક્ષીણ શરીરવાળે થઈ વિશીણ જેવો થયો છે, આ દી પણ નિદ્રાવશ થયા હોય તેમ ઘેઘૂર થયે છે, વળી સર્વ કેઇ (સજ્જન) નું માન સામાના પ્રણામધી જ હોય છે, તે છતાં પણ તે હજી કોઇને ત્યાગ ન કર્યો, તેથી ખરેખર હે સુભ્ર ! કુચના સમીપપણાને લીધે તારું હૃદય પણ કઠણ થયું જણાય છે. તે સાંભળીનીચે ઉભેલા મયુરે બાણને ઉદેશી કહ્યું કે –“ અત્યંત કેપવાળી હોવાથી તેવી સ્ત્રીને હે સુન્ન! એવું સંબોધન નહીં આપતાં હે ચંડી! એવું સંબધન આપવું યોગ્ય છે. આ પ્રમાણેનું તેનું વચન સાંભળી તે સતીએ પુત્રીનું ચરિત્ર જોનાર અને પ્રકાશ કરનાર પિતાના પિતા ઉપર પિતાના મુખમાં રહેલા તાંબૂલના રસની પીચકારી નાંખી અને તું કછી થા એ શાપ આપ્યો. તત્કાળ મયૂરના શરીરપર કેદ્રના ચાઠાં પડી ગયાં. તે જોઈ પશ્ચાત્તાપ કરતો મયૂર પિતાને ઘેર ગયે.
પ્રાત:કાળે બાણકવિ રાજસભામાં પ્રથમ ગયા. ત્યારપછી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરી મધૂર કવિ પણ આવ્યો, તેને જોઈ બાણે “શ્રવણ વાઢી” (હે શ્રેષ્ઠ કેહવાળા ! આવ, આવે.) એવું કલેષવાળું વચન કહ્યું.” રાજાએ તે જાણી તેને કે જેઈ તેને કહ્યું કે–“ આ કેટને નાશ કરીને પછી તમારે સભામાં આવવું.” એટલે મયૂર કવિ ત્યાંથી નીકળી સૂર્યના દેહરામાં જઈ એકાગ્ર ચિત્તે સૂર્ય સન્મુખ બેઠે, અને આ પ્રમાણે તેની સ્તુતિ કરવા લાગ્યો–“ઇંદ્રના હાથી ઐરાવતના કુંભસ્થળથી ઉડેલા સિંદુરના રેણુને ધારણ કરવાથી જાણે રાતા થયા હોય, ઉદયાચળ પર્વતના તટપર રહેલી ગરિકાદિક ધાતુના રસથી જાણે સીંચાયા હોય, અને ઉદયને વખતે જ વિકર થયેલી કમળવનની કાંતિવડે જાણે રાતા થયા હોય એવા ભુવનને પ્રકાશમાન કરતા નવા (ઉદય પામેલા) સૂર્યના કિરણે તમારી આબાદીને માટે થાઓ.” ( આ પ્રમાણે નવીન સો લેકવડે તેણે સૂર્યની સ્તુતિ કરી. તેમાં છઠ્ઠો લેક આવા અથવાળે હત–“જેના હાથ, પગ અને નાસિકા સડી ગયા હોય, જેઓ આખે શરીરે ચાંદા પડી જવાથી અસ્પષ્ટ ઘર્ઘર શબ્દ કરતા હોય અને જેઓ પાપના સમૂહવડે અત્યંત વ્યાસ થયા હોય, તેમને પણ જે સૂર્ય સાજા કરીને હતા તેવા સુંદર શરીરવાળા કરે છે, તથા જે બમણું દયાના સમૂહવડે પ્રાણીઓના વિનાને નાશ કરે છે, અને જેના કિરણને સિદ્ધ પુરૂષોના સમૂહે અર્થ આપે છે. તે સૂર્યનાં કિરણે શીધ્રપણે તમારા અંતઃકરણના પાપનો વિઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org