Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 216
________________ અધિકાર ૬ ઠે. (૧૯) હે રાજન! બેડીઓથી બંધાયેલા મારા આખા શરીરને તેની શક્તિ વડે મુક્ત કરી હું બહાર નીકળું, તે તમારે કાંઇક શ્રી આદિનાથને પ્રભાવ જાણવો.” તે સાંભળી રાજાએ એક ભાર લેઢાની સાંકળથી સૂરિજીનું આખુ શરીર વીંટી લીધું, તાળાઓ સહિત બેંતાળીશ બેડીઓ નાંખી, અને મજબુત કમાડવાળા ઓરડામાં તેમને રાખી કમાડ બંધ ક્ય; તથા એક એક કાવ્યવડે એક એક તાળું અને બેડી ભાંગવાની પ્રતિજ્ઞા કરાવી. એારડાની બહાર તરફ ચોકીવાળા સીપાઇઓ રાખ્યા. પછી સૂરિએ ભક્તામર સ્તોત્રના બેંતાળીશ લેકે નવા બનાવી એક એક લેકે એક તાળું તથા બેડી તેડી નાંખી. કેઈ કહે છે કે-એકલો બેંતાળીસમે લેક છેલ્લે બેલ્યા તે વખતેજ સર્વ બંધને એકી વખતે તુટી ગયાં. ઓરડાના દ્વાર પિતાની મેળે જ ઉઘડી ગયાં. શ્રીયુગદીશને પ્રાસાદ તેમની સન્મુખ થયે. ચેકીવાળા સર્વ સીપાઈઓ સુઈ ગયા અને ગુરૂ પિતાના ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. પ્રાત:કાળે રાજાએ તે વાત જાણી આચાર્યને બહુમાનપૂર્વક બોલાવી તેમને નમસ્કાર કરી પોતાના સિંહાસન પર બેસાડ્યા. આ રીતે શ્રી જિનશાસનની મોટી પ્રભાવના થઈ. ઈતિ ભક્તામર સ્તવમૂળપ્રબંધ: એકદા સભામાં બેઠેલા રાજાની પાસે ક્રીડાઉઘાનના માળીએ એક શેરડીને સાઠ લાવીને મૂકો. રાજાએ તેને હાથમાં લીધો. તે વખતે અતિ પરિચયને લીધે કેટલાક કાળથી પોતા તરફ રાજાની અવજ્ઞા થતી જઈ મયૂર કવિએ તે ઈસુદડના મીષથી રાજાને કહ્યું કે હે ઈસુ! તું સર્વને પ્રિય છે, હમેશાં મધુર છે, ઉત્તમ રસવાળે છે, તેમજ કામદેવનું અદ્વિતીય ધનુષ્ય પણ તું જ છે, એ રીતે તારામાં સમગ્ર ગુણે રહેલા છે, પરંતુ માત્ર એકજ ન્યૂનતા છે કે તારી જેમ જેમ સેવા કરીએ તેમ તેમ તું નીરસ થતો જાય છે. તે સાંભળી રાજાએ મનમાં લા પામી તે મયૂરને લક્ષ દાન આપ્યું; અને ત્યારપછી તેનું પ્રથમની જેમ સન્માન કરવા લાગ્યા. એકદા બાણ કવિ પિતાની શ્લાઘા પાછળથી કેવી થાય છે તે જાણવાના હેતુથી વાયુ (પ્રાણાયામ) ની સાધનાવડે સર્વ અંગને વાસ રૂંધી મરેલા જેવા થયા. તેને મરી ગયા જાણું મયૂર કવિ ૧ અન્યત્ર ૪૮ કહેલા છે. તે સ્તોત્રમાં કાવ્ય પણ પ્રથમ ૪૮ હતાં, હમણું ૪ કાઢી નાંખવાથી ૪૪ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230