________________
અધિકાર ૬ ઠે.
(૧૮૯) કે-“કાળીદાસ કવિ અલાલ દેશમાં ગયા છે. તે જે પાછા આવે તે રાજાને સુખ થાય.” એમ વિચારી તેઓએ એક કાગળ લખી
એક મંત્રીને અલ્લાલ દેશમાં મોકલ્યો. તે મંત્રીએ અનુકમે ત્યાં જઈ કાળીદાસને મળી તેને નમસ્કાર કરી “સર્વ પ્રધાનએ મને મોકલ્યો છે? એમ કહી તેના હાથમાં તે કાગળ આપે. તે લઇ કાળીદાસે વાં. તેમાં આ પ્રમાણે લખેલું હતું-નીચ પુરૂષના સ્નેહથી જેમ સત્પરૂષોને કેપ થતું જ નથી, કદાચ થાય તો ચિરકાળ સુધી રહેતું નથી, કદાચ ચિરકાળ રહે તો પણ તે તેનું ફળ આપતું નથી, માટે હે બાળ કેકિલ ! તું ચિરકાળ સુધી લીલા સહિત આમ્રવૃક્ષ ઉપર રહેલ છે, હવે અત્યારે તેને ત્યાગ કરી કેરડાના વૃક્ષમાં ફરતાં તને શું લજજ આવતી નથી ? હે કલકંઠ (કેયલ) ! તારી વાણીની જે શોભા આમ્રવૃક્ષપર હતી, તે શાભા ખેરના કે ખાખરાના વૃક્ષ પર આવે છે ? તેને તું જ વિચાર કર.” આ પ્રમાણેનો પત્ર વાંચી કાળીદાસ કવિ તે અલ્લાલ દેશના રાજાની રજા લઈ માલવદેશમાં આવી ભેજરાજાના કીડા ઉદ્યાનમાં રહ્યો. રાજાએ તેને આવ્યા સાંભળી તરતજ તેની પાસે આવી તેને વિદેશની વાર્તા પૂછી, ત્યારે તેકવિરાજ બોલ્યા કે-“હે સાહસીક (ભેજ ) રાજ! તમારા શત્રુઓના મંદિરમાં કેઈવનનો હાથી ફરતે ફરતે આવ્યો ત્યાં ફાટિકમણિની ભીંતમાં પિતાનું પ્રતિબિંબ જોઈતેને શરૂપ હાથી ધારી દાંતવડે પ્રહાર કરવા લાગે, તેથી તેના પોતાનાજ દાંત ભાંગી ગયા, પછી દાંત વિનાનું પ્રતિબિંબ જોઈ તેને હાથણી ધારી ધીમે ધીમે તેનો સ્પર્શ કરવા ચા.” (અર્થાત તમારા શત્રુઓના મંદિરે ઉજડ થઈ ગયેલા છે.) તે સાંભળી રાજાએ તેમને લક્ષદાન આપી મોટા ઉત્સવપૂર્વક પોતાના મહેલમાં લાવી તેની અત્યંત સંભાવના કરી. અનુક્રમે કાશી ગયેલા વિદ્વાને પણ આવ્યા એટલે પ્રથમની જ જેમ ભેજરાજાની સભા શાભવા લાગી.
એકદા ભોજરાજા રાત્રી સમયે નગરમાં વિચરતા હતા, ત્યાં કોઈ ઘરમાં કઈ એક સ્ત્રી ખાંડણ આમાં શાળા ખાંડતી હતી. રાજાએ પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી તે તરૂણીને જોઈ તેના હાથમાં મુશળ (સાંબેલું હતું, તેને ઉદ્દેશીને કહ્યું કે-“હે મુશળ ! આવી સ્ત્રીના હસ્તના સ્પર્શથી પણ તું નવપલ્લવવાળું થયું નહીં! તેથી તું સવથા કાષ્ઠ જ છે એમ જણાય છે. પછી રાજાએ ઘેર આવી રાત્રી નિગ– મન કરી પ્રાત:કાળે સભામાં આવી કાળીદાસને કહ્યું કે- “મુરgિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org