________________
અધિકાર છે.
(૧૬૯) પણ સુકવિની વાણુ કાનમાં મધની ધારા રેડે છે. ખરેખર સુગંધ નહીં જાણ્યા છતાં પણ માલતીની માળા દષ્ટિને હરણ કરે જ છે.” ત્યારપછી ત્યાં રહેલે હાહીત નામને કવિ બે કે– ઘી, ગોળ, મધ, મધ અને દૂધ વિગેરેનો સ્વાદ પરિમિત છે, અને તે પણ અભ્યાસથી એટલે વારંવાર લેવાથી કદાચ નીરસ પણ લાગે છે; પરંતુ પ્રિયાને ઓષ્ટને વિષે અને ચતુર કવિના કાવ્યને વિષે તો અવધિ વિનાને, નવા નવા આનંદને આપનાર અને કેઇની ઉપમા આપી ન શકાય એવો આ રસ કેઈ અપૂર્વ રાયમાન રહેલ છે. તે સાંભળી રાજાએ તે ત્રણે કવિઓને લક્ષ લક્ષ ધન આપ્યું.
ઇતિ નિધન, મદન, હારીત કવિ પ્રબંધ.
એકદા ધારાનગરીમાં ત્રણ માળને મેઘનાદ નામને મંડપ નવા બનાવેલા જિનચૈત્યમાં કરાવ્યો હતો, તે જોવા માટે ભેજરાજા ગયા. ત્યાં પુતળીઓના નાટક વિગેરે અનેક કૌતુકે જેમાં પ્રાસાદના દ્વારમાં લખેલી પ્રશસ્તિ વાંચી. તેમાં લખેલું હતું કે –“ સંવત ૧૦૬૦ વર્ષે લધુ ભેજરાજાના વિજયવંત રાજ્યમાં આ પ્રાસાદની પ્રતિષ્ઠા થઈ છે. વિગેરે અક્ષરો વાંચી રાજાએ જૈનાચાર્ય શ્રી ગુણસાગર સૂરિને બેલાવી પૂછ્યું કે– મારું નામ લઘુભેજ શી રીતે ? * સૂરિએ કહ્યું કે- હે રાજન ! તમારા નામવાળા એક ભેજરાજા આ માલવા દેશમાં મહાદાનેશ્વરી થઈ ગયા છે. તેને કાળીદાસ, બાણ, મયૂર અને શંકર વિગેરે અનેક મહાકવિઆનો પરિવાર હતા, તથા તે રાજા સરસ્વતી અને લક્ષ્મી બનેનું નિવાસસ્થાન હતા, તેથી તમારું નામ લધુભેજ છે. તે સાંભળી રાજાએ પૂછયું તે મોટા ભેજ કેટલું દાન આપતા હતા તે કહે. સૂરિ બોલ્યા કે –“ રાજન ! સાવધાન થઈને સાંભળે. પહેલા અમરાવતીને પણ સમૃદ્ધિવડે જીતનારી ઉજ્જયિનીપુરીમાં મેટા ભેજરાજા રાજ્ય કરતા હતા, તે વખતે તેની સભામાં એકદા રાજમાન્ય શંકર કવિ બે કે –“હે રાજન ! તમારે અસ્પૃદય થાઓ.” રાજાએ પૂછયું—“ હે શંકર કવિ ! તમારા હાથમાં રહેલી આ પત્રિકામાં શું છે?” કવિએ કહ્યું – “ લેક છે.” રાજાએ પૂછયું–શેનો છે? ” કવિએ કહ્યું—“હે રાજન ! તમારા જ યશને છે.” રાજાએ કહ્યું–બતે બે જોઈએ.” કવિએ કહ્યું-“બેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org