________________
અધિકાર ૬ ડૉ.
(૧૭)
એકદા ધારાના અધીશ્વર ભાજરાજા સભામાં સિંહાસનને શાભાવતા હતા, તે વખતે ક્રૂર દેશથી આવેલા કાઇ વહાણના વેપારીએ રાજાને પ્રણામ કરી કહ્યું કે—“ · સિહલદ્વીપમાં ગયા હતા. ત્યાં ચામુંડા દેવીના આલયમાં એક રાજકન્યાને મે જોઇ, તેણીએ મને જોઇ માલવદેશના અને આપના મહિમા પૂછ્યા, ત્યારે મેં તેણીની પાસે મારી બુદ્ધિ પ્રમાણે દેશના તથા આપના ગુણા વર્ણવ્યા. તે સાંભળી તેણીએ પ્રસન્ન થઇ ચંદન વૃક્ષનેા એક અનુપમ કકડા અને આપ્યા. પછી તે પેાતાને સ્થાને ગઇ; તેથી આપના ગુણાથી પ્રાપ્ત થયેલા સ્પા ચંદનવૃક્ષના કકડા આપ ગ્રહણ કરે. હે દેવ ! આને સુગધ પ્રસરવાથી અહીં પણ સાં આવે છે. રાજા ચંદનવૃક્ષના કકડા લઇ ખુશી થયા, અને તેને લક્ષ ધન ઇનામ તરીકે આપ્યું. તે જોઇદામાદર નામના કવિએ તેનુ વર્ણન કર્યું કે—“હે શ્રીચંદનવૃક્ષ ! વનમાં ઘણા વૃક્ષા હેાય છે, તે માત્ર પુષ્પની લક્ષ્મીવડેજ સુગધને ધારણ કરે છે; પરંતુ પવિત્ર, પ્રસિદ્ધ અને ઉજ્જળ સ્વરૂપવાળા તેં તારા દરેક અંગમાં જે સુગંધના ગુણ પ્રગટ કર્યાં છે, તે પૃથ્વીપર બીજા કાને વિષે જોવામાં આવે છે ? કેાઇને વિષે જોવામાં આવતા નથી. ” રાજાએ ચંદનવૃક્ષના મિષથી પાતાની પ્રશંસા સાંભળી પ્રસન્ન થઇ તે કવિને લક્ષ ધન આપ્યું.
""
ઈતિ દ્વિતીય દામેાદર કવિપ્રબંધ,
-
એકદા ભેાજરાજા રાત્રીએ ઉચા મહેલની અગાશીમાં મસ્તકપર છત્ર ધારણ કરી બેઠા હતા, ત્યારે દ્વારપાળે તેની પાસે આવી પ્રણામપૂર્વક કહ્યું કે- “ હે દેવ ! સ કશામાં જે દ્રવ્ય હતુ, તે સર્વ આપે કવિઓને અને વિદ્વાનોને આપી દીધું, એમ જાણી મુખ્ય મત્રીએ મને આજ્ઞા કરી છે કે—કોઇ પણ વિદ્વાન કે કવિ દ્વાર પાસે આવે તેની રાજાને ખબર પણ આપવી નહીં. આ પ્રમાણે આજ્ઞા થવાથી હું આપને ઘણા કવિઓ તથા વિદ્વાનેા આવે છે તે પણ જણાવતા નથી; પરંતુ એક મહાકવિ હંમેશાં રાજભવનના દ્વાર પાસે આવીને ઉભા રહે છે, તેને માટે પણ હું આપને જણાવતા નથી.” તે સાંભળી સમગ્ર કારાનું ધન આપી દીધું જાણ્યા છતાં પણ રાજાએ તેને પ્રવેશ કરાવવા કહ્યું. ત્યારે તે કવિ આવીને ખેલ્યા કે-“ હું મેઘ ! ચિરકાળથી નિરાધાર આકારામાં સીદાતા અને તારી સન્મુખ ચાંચ ઉંચી કરીને રહેલા ચાતક પક્ષીએ તારી જળધારા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org