________________
અધિકાર ૫ મો.
(૧૪૧) “જે કેઈએ કર્યું નથી તે મેંજ કર્યું, જેવું કેઈએ દાન કર્યું નથી એવું મેંજ દાન કર્યું, અને જે અસાધ્ય હતું તે મેં જ સાધ્યું, તેથી હવે મારે ચિત્તમાં કાંઈપણ ખેદ નથી. (કાંઈ કરવાપણું બાકી રહ્યું નથી.) આ પ્રમાણે વારંવાર તે પોતે જ આત્મશ્લાઘા કરવા લાગ્યો. તે વખતે બુદ્ધિસાગર નામના તેના મુખ્યમંત્રીએ રાજાનો તે ગર્વ જાણું શ્રીવિક્રમરાજાનું પુણ્યપત્રક કેશમાંથી મંગાવી જોયું તો તેમાં આ પ્રમાણે લખેલું હતું કે
એકદા વિકમરાજા કાર્ય કરવાના મંડપ (સભા)માં બેઠા હતા, ત્યાં તેણે તુષાથી વ્યાકુળ થવાથી જળ માગ્યું. તેમાં તે આવા અથવાળ લેક બેલ્યા- “સનના ચિત્ત જેવું સ્વચ્છ, દીન માણસની પીડાની જેવું લઘુતર (અતિ શીધ્ર), પુત્રના આલિંગન જેવું શીતળ, બાળકના વચન જેવું મધુર તથા એલાયચી, સુગંધીવાળે, લવિંગ, ચંદન અને ઉત્તમ કપૂરથી મિશ્ર તેજ પાટલા પુષ, કમળ, કેતકીના પુપ વિગેરેવડે સુવાસિત પાણી જલદીથી લાવે.” તરતજ મંત્રી જળ ભરેલું સુવર્ણનું કાળું લાવ્યું. તે વખતે એક વૈતાલિક ( ભાટચારણ ) આવા અર્થવાળે લોક બે -“હે પૃથ્વીપતિ ! તમારા મુખકમળમાંજ સરસ્વતી રહેલી છે. તમારે અધરોષ્ટજ સદા શેાણ ( રાતો) છે, તમારે હાથજ રામચંદ્રનું પરાક્રમ સ્મરણ કરવામાં કુશળ એ દક્ષિણ સમુદ્ર છે, આ
વાહિનીઓ ( સેના ) તમારા પાધભાગને કદાપિ છેડતી નથી અને આ તમારું અંદરનું માનસ (મન) નિરંતર સ્વચ્છ છે, છતાં તમને જળપાનને અભિલાષ કેમ થયે?' તે સાંભળી પ્રસન્ન થઈ વિક્રમરાજાએ પાંડવ રાજાના દંડમાં આવેલી સર્વ વસ્તુ તેને આપી દીધી. તે વિષે ધમપત્રમાં આવા અર્થવાળો લેક લખેલ હતો-“આઠ કરોડ સુવર્ણ, વાણું તોલા મુક્તાફળ, મદવારિના ગંધમાં લુબ્ધ થયેલા મોવડે ક્રોધ પામેલા પચાસ ગજેન્દ્રો, દશ હજાર અને અને પ્રપંચ કરવામાં ચતુર એવી સો વારાંગનાઓ (ગણિકાઓ)–આટલી વસ્તુ પાંડ્ય રાજાએ દંડ તરીકે મોકલી હતી, તે સવ વૈતાલિકને આપી દીધી.”
એકદા વિક્રમરાજાએ દેવપૂજા સમયે ધોયેલાં વસ્રને કાંઈક મલિન જોઈ તેનું કારણ ધાબણને પૂછયું. ત્યારે તે આવા અથવા
૧ તે નામનો એક હ. ૨ નદીઓ. ૩ તે નામની નદીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org