________________
(૧૬૪)
ભોજપ્રબંધ ભાષાંતર. એકદા રાજા પાસે કેઈવિદ્વાન આવી રાજાને સ્વસ્તિ કહી આસન પર બેઠે. રાજાએ તેને મહા તેજસ્વી જે પૂછયું કે-“હે વિદ્વાન ! તમારે નિવાસ ક્યાં છે ?”વિદ્વાન બે -“હે સ્વામિના જ્યાં જળ અમૃતની નિંદા કરે છે, જ્યાં ચંડાળે ઇદ્રોને નિંદે છે અને જ્યાં પત્થરે ચિંતામણિ રત્નની નિંદા કરે છે, ત્યાં (તે નગરમાં) અમારે નિવાસ છે. અર્થાત અમે કાશીમાં રહીએ છીએ.” રાજાએ તેને લક્ષ દાન આપી પૂછયું કે હાલમાં કાશી દેશમાં કાંઈ નવી વાર્તા ચાલે છે ?” ત્યારે પંડિતે કહ્યું કે હમણાં કાશીદશના લેકના મુખથી એક અદ્ભુત વાર્તા સંભળાય છે, તે એ કે–દેવતાઓ દુ:ખે દિવસે નિગમન કરે છે.” તે સાંભળી રાજા સંભ્રમથી બાલ્યા કે-“હે પંડિત ! દેને શું દુ:ખ આવી પડ્યું ?” પંડિત કહ્યું–“ભેજરાજાએ સુવર્ણન મેરૂપર્વત દાનમાં આપી દીધો, તો હવે અમારે ક્યાં રહેવું? એમ વિચારીને દેવો ચિત્તમાં વ્યગ્ર થયા છે. હે ભેજરાજા! આ નવીન વાર્તા છે. તે સાંભળી રાજાએ અત્યંત આશ્ચર્ય અને આનંદ પામી તે પંડિતને જાતિવંત દશ અધો આપ્યા. તે બાબત કેશાધિકારીએ ધમપત્રમાં લખ્યું કે(ભોજરાજાએ સભામાં પંડિતની નવીન વાર્તાથી પ્રસન્ન થઈ તેને મોટા પર્વત જેવડા દરા અધો આપ્યા.”
એકદા જેણે માત્ર એક કોપીન (લગેટી) જ પહેરી હતી એ એક વિદ્વાન રાજસભામાં આવી સર્વ પંડિતેને સુવર્ણ, માણિજ્ય અને પટ્ટી વસ્ત્રોથી અલંકૃત જોઈ રાજા પ્રત્યે બે કે“ હે રાજન ! મારે હાથ ઉત્તમ સુવર્ણમય કંકણના શબ્દવડે યુક્ત નથી, મારા કાનમાં કંડળ નથી, બીજું કઈ જાતનું મારી પાસે આભૂષણ નથી, ઉછળતા ક્ષીરસાગરના તરંગ જેવાં ઉજવળ વસ્ત્ર પણ નથી, દંભને પ્રકાશ કરનારી શિબિકા પણ નથી, તથા બેસવા માટે વિશ્વમાં ઉત્તમ એ અધ પણ નથી; માત્ર અમારી પાસે રાજસભામાં બોલવા લાયક સુભાષિત કુશળતા જ છે. તે સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપ્યું.
એકદા કેઈ વાવમાં ચિરકાળ જળકીડા કરી ભેજરાજા તે વાવની પાસે રહેલા એક વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેટલામાં ત્યાં જયદેવ અને હરિવર્મા નામના બે કવિઓ પરસ્પર સ્પર્ધાને લીધે રક્ત નેત્રવાળા થઈ રાજા પાસે આવી બેઠા. તેજ વખતે કેઇએ અકસ્માત આવી રાજાને કહ્યું કે – હે દેવ! આપના અમાત્યાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org