________________
(૧૨)
ભેજપ્રબંધ ભાષાંતર. જોઈએ એમ મારા મનમાં વિચાર થાય છે.” પંડિતે કહ્યું – તેઓ પણ તેવું જ ચિંતવતા હશે.” એમ કહી તેની ખાત્રી કરવા માટે પંડિતે આગળ જઈ તેમને ભેજરાજા મરી ગયાનું કહ્યું, ત્યારે તેઓ પણ બેલ્યા કે –“ઠીક થયું; કેમકે ભેજરાજાની પાછળ તેની ઘણી રાણીઓ સતી થશે. તેથી અમારા ભારાનું આજે ઘણું મૂલ્ય આવશે.” એમ બેલી તેઓ હષથી નાચવા લાગ્યા. તે જોઈ રાજાએ સન્માનપૂર્વક પંડિતનું વચન માન્ય કર્યું,
ઈતિ વરરૂચ પ્રબંધ: એકદા શંકર કવિએ રાજસભામાં પ્રવેશ નહીં પામવાથી દૂતને રૂપે આવી કાગળમાં લખેલ એક લેક રાજાને આપે. તેને અર્થ આ પ્રમાણે હતો-“સ્વતિશ્રી ક્ષીરસાગરમ પોતાના પતિ (વિષ્ણુ) ની ભુજાની અંદર રહેલી તથા જેના હાથમાં કમળ રહેલું છે એવી લક્ષ્મીદવી, પૃથ્વી પર અક્ષત કીતિવાળા દેવ રાજાનું સદા કશાળ ઈચછે છે, તથા તે કહે છે કે–યુગના અંત સુધી તમારું કલ્યાણ થાઓ અને તમે (ભોજરાજા) તપ-પ્રભાવવાળા થાઓ, તથા તમારા યશની આષણાવર્ડ નિદ્રા રહિત થયેલા દેવ (વિષ્ણુ) વારંવાર મારી યુવાવસ્થાને સફળ કરો.” આ કાવ્ય જોઈ રાજાએ તેને સર્વ કવિએમાં મુખ્ય કર્યો. અન્યદા જેણે ધનુષ્ય ઉપર પ્રત્યંચા ચઢાવી છે એવા રાજાને જોઈ શંકર કવિ બે કે “નવ લાખ ધનુષ્ય પ્રમાણુ પૃથ્વીનો સ્વામી શ્રી ભોજરાજદેવ પૃથ્વી પર રાજ્ય કરે છે, પરંતુ અઝહારની પીડા તે મૃગાક્ષીઓના કચકુંભને થઈ છે. તે સાંભળી રાજાએ તેને નવ લાખ ટેક ઈનામમાં આવ્યા.
ઈતિ શંકર કવિ પ્રબંધઃ
રનમંદિરે રચેલા આ ભેજરાજના પ્રબંધમાં કવીશ્વરને આનંદ કરનાર આ પાંચમો અધિકાર પૂર્ણ થયો.
ઈતિ મહાભેજપ્રબંધમાં શ્રી ધનપાળ પંડિત, શ્રી ભેજની રાત્રીચર્યા તથા વરરૂચિ પંડિત વિગેરે અનેક કવિઓના દાનના વર્ણનવાળા આ પાંચમો અધિકાર સંપૂર્ણ થયે.
૧ અઝહાર એટલે બ્રાહ્મણ વિગેરે ભિક્ષા માટે ખળામાંથી પ્રથમજ જે ધર્માદાનો ભાગ જુદો રખાય છે તે. અહીં તાત્પર્ય એ છે કે જે પૃથ્વીનું રાજ્ય કરતો હોય તેને જ અગ્રવારની પીડા હૈય, બીજાને ન હોય, છતાં સ્ત્રીઓના સ્તનને તેની પીડા થઈ, તેથી વિરોધ આવ્યો. તેના પરિવાર માટે અગ્ર એટલે પ્રધાન એવા હારની પીડા રતનને હેઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org