Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 180
________________ અધિકાર છઠ્ઠો. એકદા ભેાજરાજા પાતાના મહેલના ગવાક્ષમાં બેઠા હતા, તે -ખતે તેનું દર્શીન સુલભ માનીને કોઈ વિદ્વાને રાજ્યમાર્ગ માં આવી ભાજરાજાને કહ્યું કે—“ હે દેવ ! શ્રી ભે!જરાજ ! સમગ્ર પૃથ્વીપતિએના મુગટ ! સાંભળે.—એક તરફ ઉછળતા સમુદ્ર છે, બીજી તરફ સમુદ્રની તુટી ગયેલી પાળ છે, અને ત્રીજી તરફ ઓળંગી ન શકાય તેવે અને ઘણા હિમથી ભરપૂર આ ગિરિરાજ ( હિમાલય ) છે. હવે આચાથી તરફથી હાથી અને અવે વિગેરે સૈન્યની તૈયારી થવાથી તમારા શત્રુએ કયે માર્ગે જશે તે સમજી શકાતું નથી.” તે સાંભળી ભેાજરાજાએ માર્ગમાં જ રહેલા તે પ ડિતને પાંચ શ્રેષ્ઠ હાથી આપ્યા. એકદા ખીજા કેઇ વિદ્વાને આવી રાજાને કહ્યું કે— બીજા વિદ્વાનો તે વ્યાકરણની વક્રોક્તિવાળા તથા ન્યાયશાસ્ત્રના અભ્યાસથી શ થયેલા હાય છે, પરંતુ અમે તા પુરાણ, સાહિત્ય અને કાવ્યરૂપી અમૃતરસના સમુદ્ર છીએ, વળી જ્યાં સુધી મને કોઈ પૂછે નહીં ત્યાં સુધી હું અઢાર પુરાણ અને આઠ વ્યાકરણ વિગેરે સવ હું જાણુ છું. વળી અમારે પુસ્તકો પાસે રાખવાની શી જરૂર છે ? સાથે રાખવાથી કદાચ માર્ગ માં કોઈ ચારના હાથમાં તે શાસ્ત્રોરૂપી રત્ના જાય તે તે ઠીક નહીં. માત્ર તમને અમારી વિદ્વત્તાપર સદ્ભાવ હા. બાકી તા ચાલ અને માલવના રાજાઓની અધી રાજ્યલક્ષ્મીને મદીરૂપ કરવામાં અમારા મુખને વિષે જિહ્ા ઉપર સરસ્વતી જાગૃત રહેલી જ છે.” તે સાંભળી રાજાએ તેને લક્ષટંકનું દાન આપ્યું. એકદા રાજા સિંહાસનપર બેઠા હતા, ત્યારે દ્વારપાળે આવી કહ્યું કે —“ હે દેવ ! કોઈ માળની સ્રી દ્વાર પાસે આવી ઊભી છે.” રાજાએ પ્રવેશ કરાવવાનું કહ્યું, એટલે તે માળણ રાજા પાસે આવી ખેલી કે— દેવલોકની અપ્સરાઓ પેાતાના ઉંચા અને સ્થૂળ સ્તનરૂપી ગુચ્છા ઉપર જેનું તુંબડુ લાગેલુ છે. એવી મધુર સ્વરવાળી વીણાએ કરીને મહાદેવના મસ્તકના અગ્રભાગપર ફુરાયમાન ચંદ્રના કિરણાના સમૂહ જેવા ઉજ્જ્વળ તમારો યશ ગાય છે. ” તે માંભળી રાજાએ વિચાયું કે- અહા ! આ કાવ્યમાં મેટા મેટા પદાની રચના કરી છે.” એમ વિચારી ખુશી થઇ તેણીને લક્ષ ટંક આપ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230