________________
અધિકાર ૫ મિ.
(૧૬) દિવસે ચોતરફ જોઈને બોલવું અને રાત્રે તે બીલકુલ ન જ બેલવું; કારણ કે રાત્રીએ વડવૃક્ષમાં વરરૂચિ રહ્યો હતો તેમ મહાધર્તા ફર્યા કરે છે.
ઈતિ અપ્રશિખ પ્રબંધ:
એકદા કેઈ પર્વ હેવાથી ભેજરાજાએ પાંચસે પંડિતને કહ્યું કે -- આજે રાત્રે તમારે સેએ એક એક ઘડે દૂધનેલાવી સભામાં મૂકેલા વાસણમાં તે દૂધ નાંખવું.” પછી મુખ્ય પંડિત વરરૂચિએ વિચાર કર્યો કે –“પાંચ ઘડા દૂધમાં હું એક ઘડો પાણીનો નાંખીશ તે તે જણાશે નહી, દૂધ જ થઈ જશે.” એમ વિચારી તેણે ઘડે પાણી નાંખ્યું. એ જ રીતે સર્વ પંડિતેના મનમાં વિચાર થવાથી સવે એ ઘડો ઘડે પાણી જ નાંખ્યું. પછી ભેજનને અવસરે રાજાએ તે વાસણમાં જોયું તો કેવળ પાણી જ હતું. તે જોઈ રાજાએ પંડિતને પૂછયું, ત્યારે તેઓ બેલ્યા કે—“સવિલુપાવતિ" – સર્વ વિદ્વાનની સરખી જ બુદ્ધિ હોય છે.”
ઈતિ સર્વ વિદ્વાનએકમત પ્રબંધ: એકદા સભામાં ધર્મોપદેશ વખતે વરૂચિએ રાજા પાસે કહ્યું કે–“હે રાજન ! ‘મનસા તિઃ' એટલે મનવડે મા. તાત્પર્ય એ છે કે જે જીવ ઉપર આપણે સારું કે નરસું ચિંતવીએ તે જીવ આપણું પ્રત્યે પણ પ્રાયે તેવું જ ચિંતવે છે. તે સાંભળી રાજાએ કહ્યું કે –“ આ વચનની પરીક્ષા કરશું.” પછી બીજે દિવસે રાજા વરરૂચિને સાથે લઈ પ્રાત:કાળે નગરની બહાર ફરવા નીકળ્યા. તે વખતે સામેથી મસ્તકપર દહીંનાં પાત્રો ધારણ કરી ગોવાળોને આવતી જોઈ રાજાએ વરરૂચિને કહ્યું કે “આ સ્ત્રીઓને સારો લાભ થાઓ એમ મારા મનમાં છે.” પંડિતે કહ્યું – તેઓના મનમાં પણ તમારા પર સારો ભાવ જ હો.” રાજાએ કહ્યું “ તેની શી ખાત્રી ?” એટલે પંડિતે આગળ જઈ તેઓને કહ્યું કે બાજરાજા મરી ગયા છે, તમે ક્યાં જાઓ છો ?” તે સાંભળી તે ગોપીઓએ અત્યંત શેક કરી મસ્તારથી દહીનાં ભાજન પછાડી ફેડી નાંખ્યાં, અને ભેજરાજાના ગુણ બેલી બેલીને ઉંચે સ્વરે રેવા લાગી. ત્યારપછી આગળ ચાલતાં સામેથી આવતા કાકના ભારાવાળાઓને જોઈ રાજાએ પંડિતને કહ્યું કે–આ અપશુકન હોવાથી તેઓને મારવા ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org