________________
અધકાર ૫ મો.
(૧૫૯) આપશે” એમ તેણે રાજાને નિવેદન કર્યું. ત્યારે રાજાએ તેજ વચન પશુપાળને પૂછયું, એટલે તે બોલે કે-“હે રાજા ! આ જીવલેકમાં એક ભવડે જ સર્વ જગત બુડે છે.” રાજાએ પૂછયું કેવી રીતે? વૃદ્ધ બે-“આ પંડિત બ્રાહ્મણ અસ્પૃશ્ય કુતરાને પોતાની ખાંધે વહન કરે તે લોભને જ વિલાસ છે; માટે લાભ મહાદુષ્ટ છે. હ્યું છે કે–અહો ! આ પૃથ્વી પર લેભનું જ એક સામ્રાજ્ય છે, કે જેથી અસંસી વૃ પણ નિધાન પામી તેને પિતાનાં મૂળ વડે ઢાંકી દે છે. વળી જ્યાં સુધી સ્નેહનો નાશ કરનાર લાભ પ્રાણીઓને વિષે ક્ષોભ નથી પાપે, ત્યાં સુધીજ નીતિ, વિનય, બુદ્ધિ, શીળ અને કુલીનતા વિગેરે ગુણે રહી શકે છે. આ તેનો ઉત્તર સાંભળી રંજીત થયેલા રાજાએ તે પશુપાળને ઇનામ આપી, સરોવરને કાંઠે જઈ, જળની મળે તે મસ્તક જોઈ “એક લેભવડે જ વિશ્વ બુડે છે' એ જવાબ આપે. તે સાંભળી તે વ્યંતર પ્રગથ અને પિતાનું ચરિત્ર રાજાને કહીને અદશ્ય થયે.
ઇતિ એકેન ડતિ પ્રબંધ
એકદા ધારાનગરીને રહીશ કેઈ વ્યાપારી પિતાના કેઇ એક રાજપુત્ર મિત્રને લઇને રોહણાચળ ઉપર ગયે. ત્યાંથી ઘણું રત્ન લઈ તે અને પાછા ફર્યા. માર્ગમાં કોઈ અરણ્યને વિષે રાત્રે સુતા, તે વખતે રત્નના લાભથી નિર્દય થયેલ રાજપુત્ર તે વણિકને તેની શિખા પકડી ખવડે મારવા તૈયાર થયે. તે વખતે તેણે “મારી માતાને “માક્ષિણ એટલો સંદેશો કહેજે ” એમ કહ્યું. પછી તે રાજપુત્ર તેને હણુ ધારાનગરીમાં આવ્યો અને તેની માતા પાસે જઈ કહ્યું કે
માર્ગમાં અમને ચાર મળ્યા. તેમણે અમારૂં સર્વ લુંટી લીધું, અને તમારા પુત્રને મારી નાંખે.” તે સાંભળી તેની માતાએ પૂછયું કે મારા પુત્રે કાંઈ સંદેશ આપે છે?” તેણે કહ્યું–“સારા” એટલા અક્ષર કહ્યા છે. બીજું કાંઈ કહ્યું નથી.” ત્યારે અફિણ નો અર્થ નહીં જાણવાથી તેની માતાએ ભેજ રાજા પાસે જઈને તેને અર્થ પૂછો. રાજાએ પંડિતોને પૂછ. પંડિતોએ તેને અર્થ નહીં જાણવાથી છ માસને અવાધ મા. રાજાએ કહ્યું કે-છ માસને છેડે પણ જે આનો અર્થ નહીં કહે તે તમને સર્વને કુટુંબ સહિત ઘાણુમાં પીલાવીશ.” સર્વ પંડિતાએ તે અંગીકાર કર્યું.
પછી સર્વ શાસ્ત્રમાં કુશળ એવા તેઓએ ઘણા પ્રકારે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org