________________
અધિકાર ૫ મે.
(૧૫૬) આવી રાજાને નમસ્કાર કરીને કહ્યું કે–“હે દેવ ! કેઈ કુંભારની સ્ત્રી આપનું દર્શન ઈચ્છે છે. તેને પૂછયા છતાં તે કામનું નામ કહેતી નથી, અને દ્વારમાં આવી ઉભી છે.” રાજાએ કહ્યું—“તેણીને આવવા દે.” ત્યારે તે દ્વારપાળના કહેવાથી તે સ્ત્રીએ સભામાં આવી રાજાને કહ્યું કે–“હે દેવ! માટીની ખાણ ખોદતાં મારા પતિએ એક નિધાન જોયું છે, તેનું રક્ષણ કરવા માટે મારે પતિ ત્યાં જ રહ્યો છે, માટે આપના સેવકને તે લઈ આવવા માટે હુકમ કરો.” તે સાંભળી ચમત્કાર પામી રાજાએ પોતાના સેવકે મોકલી તે નિધાન સભામાં મંગાવ્યું. પછી રાજાએ નિધિનું ઢાંકણું ઉઘાડ્યું એટલે તેની અંદર રહેલા મણિએની કાંતિ એની મેળેજ બહાર નીકળી. રાજાએ તે મણિઓ બહાર કાઢી સુવર્ણના થાળમાં મૂક્યા. પછી કુંભારને રાજાએ પૂછયું કે–“હે કુંભાર ! આ શું છે?” કુંભાર બોલ્યો કે- “હે દેવ ! તમને રાજચંદ્રને પૃથ્વી પર આવેલા જોઈ નક્ષત્રે પણ મણિએના મિષથી અહીં આવ્યા છે એમ હું માનું છું.” આ પ્રમાણે કુંભારના મુખથી લકત્તર બ્લેક સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તે સર્વ મણિઓ તે કુંભારને જ આપી દીધા.
ઈતિ કુંભકાર પ્રબંધ
એકદા સીમંત નામના કવિએ આવી રાજાને કહ્યું કે –“હે ભેજરાજા ! તમારા શત્રએ પિતાની પ્રિયાઓને દૂર નાસી આવવાથી થાકી ગયેલી જોઈને બોલે છે કે-હે માગ ! તું તારી લંબાઈને ટુંકી કર, હે સૂર્ય ! તું તારા કઠોર તેજનો ત્યાગ કર, અને હે બંધુ વિંધ્યાચળ! તું પ્રસન્ન થાય અને કૃપા કરીને નજીક આવ. આ પ્રમાણે તેઓ વારંવાર બોલી મૂછ પામે છે.” આ અવસરે કે સુવર્ણકારે આવી રાજાની પાસે પહ્મરાગ મણિઓથી જડેલે સુવર્ણનો એક થાળ મૂળે. તે જોઈ રાજાએ તે સીમંત કવિને પૂછયું કે-“હે કવિરાજ ! આ સુવર્ણપાત્ર કેવું ભે છે ?” ત્યારે કવિ બે કે –“હે ધારાપતિ! તમારા પ્રતાપથી પરાજય પામેલે સૂર્ય આ સુવણપાત્રનું રૂપ ધરી તમને જ સેવવા આવ્યો જણાય છે. તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તે કવિને તેજ સુવર્ણપાત્ર મોતી ભરીને આ‘યું.
ઇતિ સીમંત કવિ પ્રબંધ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org